આ દેશમાં પ્રાથમિક શિક્ષક ને મળે છે દુનિયામાં સૌથી વધુ પગાર, ભારતથી 12 ગણો વધારે

0
220
શિક્ષક પગાર
શિક્ષક પગાર

દુનિયામાં પ્રાથમિક શિક્ષક ને સૌથી વધુ પગાર આપનાર દસ ટોપ દેશોમાં છ યુરોપના છે. તેમાંથી એશિયાનો એકમાત્ર દેશ સાઉથ કોરિયા સામેલ છે. આ લિસ્ટમાં ટોપ 10માં કેનેડા, ઓસ્ટ્રેલિયા અને અમેરિકા પણ સામેલ છે. શું તમે જાણો છો કે દુનિયામાં સૌથી વધુ પગાર કયાં દેશના પ્રાઇમરી શિક્ષક ને મળે છે? તેનો જવાબ છે લક્જમબર્ગ. Word of Statistics પ્રમાણે આ યુરોપીયન દેશમાં 15 વર્ષનો અનુભવ રાખનાર દરેક ટીચરને વાર્ષિક 104,846 ડોલરનો પગાર મળે છે. ભારતીય રૂપિયા પ્રમાણે જુઓ તો વાર્ષિક આધાર પર 87,27,344 રૂપિયા થાય છે. દર મહિના પ્રમાણે આશરે 7,27,278 રૂપિયા થાય છે. આ ભારતીય શિક્ષક ની તુલનામાં આશરે 12 ગણી વધુ છે. ભારતીય ટીચરોને વાર્ષિક 8828 ડોલર એટલે કે આશરે 7,34,839 રૂપિયા પગાર મળે છે. મહિના પ્રમાણે જુઓ તો આ રકમ 61236 રૂપિયા થાય છે. 

આ લિસ્ટમાં બીજા નંબર પર યુરોપીય દેશ જર્મની છે. યુરોપની સૌથી મોટી ઈકોનોમીવાળા આ દેશમાં ટીચરનો પગાર 85,049 ડોલર છે. નેધરલેન્ડમાં તે 70899 ડોલર છે. કેનેડામાં ટીચર્સનું વાર્ષિક પેકેજ 70331 ડોલર છે. ત્યારબાદ ઓસ્ટ્રેલિયા અને અમેરિકાનો નંબર છે. ઓસ્ટ્રેલિયામાં ટીચર્સનું વાર્ષિક વેતન 68,608 ડોલર છે, જ્યારે અમેરિકામાં તે 63531 ડોલર છે. ત્યારબાદ આયર્લેન્ડ (62,337 ડોલર) અને ડેનમાર્ક (62,301 ડોલર) છે. એશિયામાં સૌથી વધુ પગાર સાઉથ કોરિયાના શિક્ષકોને મળે છે. અહીં ટીચરોનું વાર્ષિક પેકેજ 60185 ડોલર છે. 

પાકિસ્તાનમાં ટીચર્સનો પગાર
જાપાનમાં 15 વર્ષનો અનુભવ રાખનાર ટીચરોને વાર્ષિક એવરેજ પગાર 49355 ડોલર મળે છે. દક્ષિણ અમેરિકી દેશ કોલંબિયામાં આ આંકડો 43073 ડોલર છે, જ્યારે ફ્રાન્સમાં પ્રાઇમરી ટીચર્સને વાર્ષિક એવરેજ 40042 ડોલર પગાર મળે છે. ઇઝરાયલમાં પ્રાઇમરી ટીચર્સને વાર્ષિક 33671 ડોલર મળે છે. રશિયામાં આ આંકડો 10433 ડોલર છે, જ્યારે પાકિસ્તાનમાં ટીચરોને વાર્ષિક 2603 ડોલર મળે છે. ભારતીય રૂપિયા પ્રમાણે જુઓ તો રકમ માત્ર 2,16,672 રૂપિયા થાય છે. એટલે કે પાકિસ્તાની ટીચર્સને દર મહિને 18056 રૂપિયા મળે છે. પાકિસ્તાની રૂપિયામાં આ રકમ આશરે 60000 રૂપિયા થાય છે. 

દુનિયામાં પ્રાથમિક શિક્ષકને સૌથી વધુ પગાર આપનાર દસ ટોપ દેશોમાં છ યુરોપના છે. તેમાંથી એશિયાનો એકમાત્ર દેશ સાઉથ કોરિયા સામેલ છે. આ લિસ્ટમાં ટોપ 10માં કેનેડા, ઓસ્ટ્રેલિયા અને અમેરિકા પણ સામેલ છે. શું તમે જાણો છો કે દુનિયામાં સૌથી વધુ પગાર કયાં દેશના પ્રાઇમરી શિક્ષકોને મળે છે? તેનો જવાબ છે લક્જમબર્ગ. Word of Statistics પ્રમાણે આ યુરોપીયન દેશમાં 15 વર્ષનો અનુભવ રાખનાર દરેક ટીચરને વાર્ષિક 104,846 ડોલરનો પગાર મળે છે. ભારતીય રૂપિયા પ્રમાણે જુઓ તો વાર્ષિક આધાર પર 87,27,344 રૂપિયા થાય છે. દર મહિના પ્રમાણે આશરે 7,27,278 રૂપિયા થાય છે. આ ભારતીય ટીચરોની તુલનામાં આશરે 12 ગણી વધુ છે. ભારતીય ટીચરોને વાર્ષિક 8828 ડોલર એટલે કે આશરે 7,34,839 રૂપિયા પગાર મળે છે. મહિના પ્રમાણે જુઓ તો આ રકમ 61236 રૂપિયા થાય છે. 