મહુઆ મોઇત્રા પ્રથમ સાંસદ નથી, આ પહેલા એક સાથે 11 સાંસદને કરવામાં આવ્યા છે સસ્પેન્ડ

1
356
Mahua Moitra
Mahua Moitra

Mahua Moitra : વાત છે વર્ષ 2005ની, તે સમયે એક-બે નહીં પરંતુ એકસાથે 11 સાંસદને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. વર્ષ 2005ના સ્ટિંગ ઓપરેશનમાં સંસદમાં પ્રશ્ન પૂછવા બદલ પૈસા (Cash for query) મામલે આ તમામના સભ્યપદ રદ્દ કરવામાં આવ્યા હતા.

કેશ ફોર ક્વેરી મામલે તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રાને સાંસદ પદ પરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ સમગ્ર મામલાની તપાસ બાદ સંસદની એથિક્સ સમિતિએ મહુઆ મોઇત્રાના સંસદ સભ્યપદની સદસ્યતા રદ્દ કરવાની ભલામણ કરી હતી, જેના પર સંસદમાં ચર્ચા કર્યા બાદ આખરે મહુઆ મોઇત્રાને સભ્યપદ પરથી નિલંબિત કરવામાં આવ્યા છે.

Mahua Moitra suspended

મહુઆ મોઇત્રા (Mahua Moitra) એ સભ્યપદેથી સસપેન્ડ થાય બાદ કહ્યું કે તેમના વિરુધ્ધ પૂરાવા વિના કાર્યવાહી કરવામાં આવી છે. તેમણે વધુમાં કહ્યું કે, એથિક્સ કમિટીએ સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરી નથી.

જાણો કેમ 2005 માં કેમ એકસાથે 11 સાંસદોને કરવામાં આવ્યા હતા સસ્પેન્ડ ;

વર્ષ 2005 માં કોબ્રા પોસ્ટ દ્વારા કરવામાં આવેલા એક સ્ટિંગ ઓપરેશનમાં બતાવવામાં આવ્યું કે 11 સાંસદોએ સંસદમાં પ્રશ્ન પૂછવાના બદલામાં પૈસા લીધા હોવાનું સ્વીકાર્યું.

આ 11 સાંસદોમાં 6 ભાજપના, 3 બીએસપી અને એક-એક આરજેડી અને કોંગ્રેસના સાંસદો હતા. આ તમામ સાંસદોનું સભ્યપદ રદ્દ કરવા માટે પ્રણવ મુખર્જીએ પ્રસ્તાવ રજૂ કર્યો હતો અને તપાસ બાદ આ તમામ સભ્યઓને સભ્યપદથી દૂર કરવામાં આવ્યા હતા.

ભાજપના 6 સાંસદોમાં – વાય જી મહાજન, છત્રપાલસિંહ લોઢા, અન્ના સાહેબ પાટિલ, ચંદ્ર પ્રતાપસિંહ, પ્રદીપ ગાંધી અને સુરેશ ચંદેલ

અન્ય 5 સાંસદોમાં- બીએસપીના 3 – નરેન્દ્ર કુશવાહા, લાલ ચંદ્ર કોલ અને રાજા રામપાલ

કોંગ્રેસના – રામસેવક સિંહ, આરજેડી ના મનોજ કુમાર

મમતાએ કહ્યું મહુઆ જનતાની અદાલતમાં જશે

મહુઆ મોઇત્રા (Mahua Moitra) ને સસ્પેન્ડ કર્યા બાદ આગળ શું કરવું તે કહેવું મુશ્કેલ છે. કેમ કે, મહુઆ મોઇત્રા પર ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે.

તૃણમૂલ કોંગ્રેસના સુપ્રીમો મમતા બેનર્જીએ મહુઆ મોઇત્રાના નિલંબનને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યું અને સંસદીય ઇતિહાસમાં આ દિવસને લોકશાહી માટે કાળો દિવસ ગણાવ્યો. આ ઉપરાંત તેમણે કહ્યું કે ભાજપ લોકશાહીને સમાપ્ત કરવા માંગે છે. તેમણે કહ્યું કે મહુઆ મોઇત્રા જનતાની અદાલતમાં જશે. તેનો અર્થ એ છે કે આવતા વર્ષે લોકસભાની ચૂંટણી થવાની છે.

એથિક્સ કમિટીની રચના ક્યારે થઈ..?

16 મે, 2020ના રોજ લોકસભામાં એથિક્સ કમિટીની રચના કરવામાં આવી હતું જ્યારે રાજ્ય સભામાં એથિક્સ કમિટીની રચના 4 માર્ચ 1997ના રોજ કરવામાં આવી હતી. એથિક્સ કમિટી સાંસદો દ્વારા આચરવામાં આવેલા અનૈતિક આચરણની તપાસ કરે છે, જેમાં ભ્રષ્ટાચાર પ્રમુખ છે. એથિક્સ કમિટીની રચનાની જરૂર ત્યારે જણાઈ જ્યારે સાંસદોમાં નૈતિકતા પડી ભાંગી. એથિક્સ સમિતિમાં કુલ 15 સભ્યો હોય છે અને આ સમિતિના સભ્યોને લોકસભાના અધ્યક્ષ દ્વારા ચયન કરવામાં આવે છે.   

1 COMMENT

Comments are closed.