Mahua Moitra : સંસદમાં ભેટ અને રોકડ (Cash For Query)ના બદલામાં પ્રશ્નો પૂછવાના આરોપના મામલામાં TMC સાંસદ મહુઆ મોઇત્રા (TMC MP Mahua Moitra) ને મોટો આંચકો લાગ્યો છે. આ કેસમાં રિયલ એસ્ટેટ બિઝનેસમેન દર્શન હિરાનંદાની (Darshan Hiranandani) સરકારી સાક્ષી બન્યા છે. તેણે કબૂલાત કરી છે કે તેણે વડાપ્રધાન મોદીને ટાર્ગેટ કરવા માટે અદાણી પર નિશાન સાધ્યું હતું. આ માટે મહુઆ મોઇત્રા (Mahua Moitra)એ મદદ કરી હતી. તેણે પોતાના લોકસભા એકાઉન્ટનું લોગ-ઈન આઈડી અને પાસવર્ડ આપ્યો હતો. હિરાનંદાનીએ એ પણ સ્વીકાર્યું કે મહુઆ મોઇત્રા મોદી (PM Narendra Modi ) અને અદાણી જૂથ (Adani group )ને બદનામ કરવા માટે રાહુલ ગાંધી (Rahul Gandhi) ના સતત સંપર્કમાં હતી. મહુઆ મોઇત્રા પશ્ચિમ બંગાળના કૃષ્ણનગરમાંથી લોકસભાના સાંસદ છે.
BJP સાંસદ નિશિકાંત દુબેએ લોકસભાના સ્પીકર ઓમ બિરલાને મોઇત્રા (Mahua Moitra) વિરુદ્ધ સંસદીય વિશેષાધિકારના ભંગના ગંભીર આરોપો સાથે ફરિયાદ કરી હતી. જે બાદ એથિક્સ કમિટીએ તપાસ કરી હતી. હવે હિરાનંદાની સરકારી સાક્ષી બની ગયા છે અને સંસદમાં એફિડેવિટ દાખલ કરી છે. આ આરોપને વિસ્તારથી જાણવા અહી કલિક કરો –
મહુઆ (Mahua Moitra)એ લોકસભા એકાઉન્ટનું લોગિન આઈડી અને પાસવર્ડ આપ્યો હતો. મહુઆ મોઇત્રાના કેસમાં દર્શન હિરાનંદાનીએ કહ્યું, “મહુઆ મોઇત્રાએ મને તેમના લોકસભા એકાઉન્ટનું લોગ-ઇન આઈડી અને પાસવર્ડ આપ્યો હતો. હું મહુઆના સંસદ એકાઉન્ટ પર પ્રશ્નો પોસ્ટ કરતો રહ્યો. મેં અદાણી જૂથને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હતો.
પોતાના સોગંદનામામાં દર્શન હિરાનંદાની કહે છે, “ઘણી વખત મને લાગ્યું કે તે મારો અયોગ્ય ફાયદો ઉઠાવી રહી છે. મહુઆ મારા પર એવા કામ કરવા દબાણ કરી રહી હતી જે કરવા હું ઇચ્છતો ન હતો, પરંતુ મારી પાસે કોઈ વિકલ્પ નહોતો.”
મોઇત્રા રાજકારણમાં ઝડપી પ્રગતિ ઇચ્છતી હતી :
હિરાનંદાનીએ કહ્યું, “મહુઆ મોઇત્રા રાજનીતિમાં ઝડપી પ્રગતિ ઇચ્છતી હતી. ઝડપી પ્રગતિ માટે તેણે વડાપ્રધાન મોદી પર નિશાન સાધ્યું હતું. પીએમ વડાપ્રધાનને ટાર્ગેટ કરવા માટે તેણે અદાણી પર નિશાન સાધ્યું હતું. મોદી-અદાણીને નિશાન બનાવવા માટે, મહુઆ મોઇત્રા (Mahua Moitra) સતત રાહુલ ગાંધીના સંપર્કમાં હતી.”
અન્ય કોણે લોકોએ મદદ કરી :
આ કામમાં અન્ય કેટલાક લોકોએ પણ મદદ કરી હોવાની કબૂલાત દર્શન હિરાનંદાનીએ કરી હતી. સુચેતા દલાલ, શાર્દૂલ શ્રોફ અને પલ્લવી શ્રોફ પણ મદદ કરતા હતા. શશિ થરૂર અને પિનાકી મિશ્રાએ પણ મદદ કરી. મહુઆએ આ કામમાં વિદેશી પત્રકારોની મદદ લીધી હતી. મહુઆ ઘણા ભારતીય મીડિયા હાઉસના સંપર્કમાં પણ હતી.”
ઉલ્લેખનીય છે કે, હિરાનંદાની ગ્રુપના CEO દર્શન હિરાનંદાની પાસેથી લાંચ લઈને તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના લોકસભા સાંસદ મહુઆ મોઈત્રા ગંભીર આરોપ લગાવ્યો હતો, સંસદમાં આવા સવાલો પૂછવાના મામલામાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના સાંસદ નિશિકાંત દુબેએ દાવો કર્યો હતો કે TMC સાંસદ સુપ્રીમ કોર્ટના વકીલ જય અનંત દેહદરાયની ફરિયાદના આધારે આ આરોપો લગાવવામાં આવ્યા છે.
નિશિકાંત દુબેનો પત્ર સ્પીકર દ્વારા એથિક્સ કમિટીને મોકલવામાં આવ્યો હતો, જેમણે નિશિકાંત દુબે અને જય અનંત દેહદરાયને 26 ઓક્ટોબરે પુરાવા રજૂ કરવા માટે બોલાવ્યા છે. દેશ, દુનિયાના સમાચાર વાંચવા માટે – અહી કાલિક કરો-