ભાદરવી પૂનમનો મહામેળો સોળે કળાએ જામ્યો

0
134
ભાદરવી પૂનમનો મહામેળો સોળે કળાએ જામ્યો
ભાદરવી પૂનમનો મહામેળો સોળે કળાએ જામ્યો

ભાદરવી પૂનમનો મહામેળો સોળે કળાએ જામ્યો

 અંબાજીમાં ભક્તિ અને શ્રદ્ધાનું ઘોડાપૂર

લાખો માઇભક્તોના આગમનથી અંબાજી વધુ સોહામણું બન્યું

દૂર-દૂરથી પદયાત્રા કરીને આવતા લાખો માઇભક્તો માતાજીના દર્શન કરી ધન્ય બન્યા

ભાદરવી પૂનમનો મહામેળો સોળે કળાએ જામ્યો છે .વિશ્વ પ્રસિદ્ધ પવિત્ર યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળા પ્રસંગે ભક્તિ, શક્તિ, તપ અને શ્રદ્ધાનાં જાણે ઘોડાપૂર ઉમટ્યાં છે. ભાદરવી પૂનમનો મહામેળો હવે સોળે કળાએ જામ્યો છે. દૂરદૂરથી પદયાત્રા કરીને અંબાજી આવતા માઇભક્તો માં અંબેના દર્શન કરીને ધન્ય બન્યાં છે. અંબાજી જતા તમામ રસ્તાઓ ઉપર ભરચક માનવપ્રવાહ ભક્તિભાવથી અંબાજી તરફ ઉત્સાહભેર આગળ વધી રહ્યો છે. રસ્તાઓ ઉપર ઘણી જગ્યાએ ગરબાની રમઝટ જોવા મળે છે. માતાજીના આ પવિત્ર અને દિવ્ય પ્રસંગમાં ઘણા માઇભક્તો ગરબામાં જોડાઇ જાય છે અને ગરબા રમીને માતાજીની આરાધના કરે છે.  અંબાજી ખાતે મીની મહાકુંભના દર્શન જેવો માહોલ જોવા મળે છે. હાથમાં ધજાઓ, મનમાં માત્ર ભક્તિ અને આનંદ, ઉલ્લાસ સાથે લાખો માઇભક્તોના આગમનથી અંબાજી જાણે કે વધુ સોહામણું બન્યું છે. ઘણા યાત્રિકો માતાજીને દંડવત પ્રણામ કરતા દર્શન કરવા આવી રહ્યા છે. દર્શન કરીને પરત ફરતા માઇભક્તોના કપાળે કુમ કુમ તિલક, હાથમાં ચુંદડી અને પ્રસાદ તથા મોં પર ધન્યતા, આનંદ અને સંતોષ જોવા મળે છે. દિવસોથી રાત- દિવસ ચાલીને અંબાજી પહોંચેલા શ્રધ્ધાળુઓ સુખ- સંતોષરૂપ અંબાજીની યાત્રા સંપન્ન કરી પરત ફરી રહ્યાં છે.

યાત્રાધામ અંબાજી ખાતે ચાલી રહેલા આસ્થાના મહાકુંભ ભાદરવી પૂનમના મેળામાં વિવિધ સેવા કેમ્પો દ્વારા સેવા અને સૂશ્રુષા સાથે તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે.
વિવિધ સેવાભાવી સંઘો અને મંડળો દ્વારા ભાદરવી પૂનમના મેળામાં ચા, પાણી, નાસ્તો, જમવાની અને રહેવાની સગવડ સુવિધા સાથેની સેવા પૂરી પાડી મેળામાં આવતા માઇભક્તોની સેવા કરવામાં આવે છે.આવો જ એક અંબાજી ગામજનો એકમાત્ર સેવા કેમ્પ શ્રી આપેશ્વર મહાદેવ મંદિર પદયાત્રી માટે વર્ષ ૨૦૧૪ થી અંબાજી આવતા પદયાત્રીઓને સેવા પૂરી પાડી રહ્યું છે. છેલ્લા ૧૦ વર્ષથી શ્રી પદયાત્રી સેવા મા ભંડારો અવિરત ચાલી રહ્યો છે.

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ