LPG Booking Rules Changed: સરકારનો મોટો નિર્ણય, હવે 25 દિવસ પહેલા નહીં મળે બીજો ગેસ સિલિન્ડર

0
154
LPG Booking Rules Changed
LPG Booking Rules Changed

LPG Booking Rules Changed:નવી દિલ્હી: મિડલ ઈસ્ટમાં ઈરાન, ઈઝરાયલ અને અમેરિકા વચ્ચે ફાટી નીકળેલા યુદ્ધની સીધી અસર હવે ભારતીય ગૃહિણીઓના બજેટ અને રસોડા પર પડવા લાગી છે. તેલના ખેલ અને ગેસની અછતની આશંકા વચ્ચે કેન્દ્ર સરકારે ઘરેલું LPG સિલિન્ડરના રિફિલ બુકિંગના નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે.

LPG Booking Rules Changed: 21ને બદલે 25 દિવસનું વેઇટિંગ

સરકારે હવે ઘરેલું LPG સિલિન્ડર માટેનો લઘુત્તમ વેઇટિંગ પિરિયડ વધારી દીધો છે. હવે ગ્રાહકો એક સિલિન્ડર બુક કર્યાના 25 દિવસ પછી જ બીજો સિલિન્ડર બુક કરી શકશે. અત્યાર સુધી આ મર્યાદા 21 દિવસની હતી. યુદ્ધની સ્થિતિમાં લોકો બિનજરૂરી ગેસનો સંગ્રહ (Stocking) ન કરે અને દરેક જરૂરિયાતમંદ પરિવારને સમાન રીતે ગેસ મળી રહે તે માટે આ 4 દિવસનો વધારો કરવામાં આવ્યો છે.

LPG Booking Rules Changed

LPG Booking Rules Changed:ભાવમાં ₹60નો ઝીંકાયો વધારો

માત્ર નિયમો જ નહીં, પણ ભાવમાં પણ ભડકો થયો છે. સરકારે 7 માર્ચથી અમલમાં આવે તે રીતે ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં 60 રૂપિયાનો વધારો કર્યો છે.

  • નવો ભાવ: દિલ્હીમાં 14.2 કિગ્રાના સિલિન્ડરનો ભાવ હવે ₹913 થયો છે (જે પહેલા ₹853 હતો).
  • કોમર્શિયલ સિલિન્ડર: 19 કિગ્રાના સિલિન્ડરમાં ₹115નો વધારો થતા તે હવે ₹1883 પર પહોંચ્યું છે.

LPG Booking Rules Changed:ક્રૂડ ઓઈલ $100ને પાર, પણ પેટ્રોલ-ડીઝલના ભાવ સ્થિર

આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રૂડ તેલના ભાવ સાડા ત્રણ વર્ષની ઊંચી સપાટીએ પહોંચી 100 ડોલર પ્રતિ બેરલને પાર કરી ગયા છે. આમ છતાં, સરકારે ધરપત આપી છે કે:

  1. પેટ્રોલ-ડીઝલ: જ્યાં સુધી ક્રૂડ $130ને પાર નહીં કરે ત્યાં સુધી ભાવમાં વધારાની શક્યતા નથી.
  2. પુરવઠો: દેશમાં ઈંધણની કોઈ અછત નથી. ભારતે ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ સિવાયના અન્ય વૈકલ્પિક માર્ગોથી તેલ મંગાવવાનું શરૂ કરી દીધું છે.
  3. ATF સ્ટોક: વિમાનના ઈંધણનો પણ પૂરતો સ્ટોક છે, જેથી હવાઈ સેવાઓને કોઈ અસર નહીં પડે.
LPG Booking Rules Changed

LPG Booking Rules Changed:વિશ્વના દેશો ભારત પાસે માંગી રહ્યા છે સલાહ

યુદ્ધ જેવી કટોકટીમાં પણ ભારતની ‘એનર્જી મેનેજમેન્ટ’ અને ‘સપ્લાય ચેઈન’ રણનીતિ એટલી મજબૂત છે કે વિશ્વના અનેક દેશો ભારતનો સંપર્ક કરી રહ્યા છે. બદલાતી વૈશ્વિક સ્થિતિમાં ભારત કેવી રીતે પોતાનો સ્ટોક મેનેજ કરે છે, તે સમજવા અન્ય દેશો ઉત્સુક છે.

આ પણ વાંચો:યુદ્ધની આગ હવે ભારતની આર્થિક નસ સુધી: હોર્મુઝ બ્લોક થતા 90 લાખ ભારતીયો પર લટકતી તલવાર