Love Marriage Rules Gujarat: ગુજરાતમાં પ્રેમ લગ્ન માટે નવા કાયદાની તૈયારી! માતા-પિતાને નોટિસ મોકલવી ફરજિયાત બનશે

0
154
Love Marriage
Love Marriage

Love Marriage Rules Gujarat: ગુજરાતમાં ભાગીને થતા પ્રેમ લગ્નોને લઈને રાજ્ય સરકાર મોટો કાયદાકીય ફેરફાર કરવાની તૈયારીમાં છે. લગ્નના રજિસ્ટ્રેશન સંબંધિત નિયમોમાં સુધારા લાવવા માટે સરકાર વિચારણા કરી રહી છે. નવા નિયમો અમલમાં આવ્યા બાદ માતા-પિતાની મંજૂરી વિના ભાગીને કરેલા લગ્નનું રજિસ્ટ્રેશન શક્ય નહીં બને તેવી સંભાવના છે.

Love Marriage Rules Gujarat

Love Marriage Rules Gujarat: આવતીકાલે કેબિનેટમાં રજૂ થશે નવા નિયમો

મળતી માહિતી મુજબ, બુધવારે (17 ડિસેમ્બર) મળનારી રાજ્ય કેબિનેટની બેઠકમાં લગ્નના રજિસ્ટ્રેશન સંબંધિત નવા નિયમો રજૂ કરવામાં આવી શકે છે. કેબિનેટની મંજૂરી મળ્યા બાદ ગુજરાત સરકાર આ અંગે સત્તાવાર જાહેરાત કરશે.

Love Marriage Rules Gujarat: પ્રેમ લગ્ન માટે માતા-પિતાની મંજૂરી ફરજિયાત બનશે

સૂત્રોના જણાવ્યા અનુસાર, હવે ગુજરાતમાં ભાગીને કરાયેલા પ્રેમ લગ્નનું રજિસ્ટ્રેશન માતા-પિતાની મંજૂરી વગર કરવામાં નહીં આવે. સરકારનો ઉદ્દેશ એ છે કે લગ્ન પહેલા બંને પરિવારો વચ્ચે સહમતિ અને સંવાદ સર્જાય તથા વિવાદો ટાળી શકાય.

Love Marriage Rules Gujarat

Love Marriage Rules Gujarat: નવા નિયમોમાં શું હશે?

સરકાર દ્વારા તૈયાર કરાયેલા પ્રસ્તાવ મુજબ નીચેની મહત્વની જોગવાઈઓ સામેલ થઈ શકે છે:

  • ભાગીને લગ્ન કરનાર યુવક-યુવતીના માતા-પિતાને રજિસ્ટ્રેશન પહેલા ફરજિયાત નોટિસ મોકલાશે
  • માતા-પિતાને નોટિસનો જવાબ આપવા માટે 30 દિવસનો સમય આપવામાં આવશે
  • યુવતીના આધારકાર્ડમાં દર્શાવેલા સરનામા મુજબની સબ-રજિસ્ટ્રાર કચેરીમાં જ લગ્નની નોંધણી થશે
  • માતા-પિતા સહમત થાય તેવી વ્યવસ્થા સરકાર દ્વારા સુનિશ્ચિત કરવામાં આવશે

કાયદામંત્રી અને કાયદાશાસ્ત્રીઓની મહત્વપૂર્ણ બેઠક

મંગળવારે (16 ડિસેમ્બર) સાંજે કાયદામંત્રી અને કાયદાશાસ્ત્રીઓ તેમજ વરિષ્ઠ અધિકારીઓ સાથે આ મુદ્દે મહત્વપૂર્ણ બેઠક યોજાવાની છે. આ બેઠકમાં પ્રેમ લગ્નના રજિસ્ટ્રેશન માટેના નવા નિયમોનો અંતિમ ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવશે, જેને બુધવારે કેબિનેટ સમક્ષ મંજૂરી માટે રજૂ કરવામાં આવશે.

પ્રેમ લગ્નની પ્રક્રિયા પર પડશે મોટી અસર

જો આ નિયમો અમલમાં આવે, તો રાજ્યમાં પ્રેમ લગ્ન અને લગ્ન નોંધણીની પ્રક્રિયામાં મોટો ફેરફાર થશે. ખાસ કરીને ભાગીને લગ્ન કરતા યુગલો માટે રજિસ્ટ્રેશન પ્રક્રિયા વધુ કડક અને નિયંત્રિત બની શકે છે.

આ પણ વાંચો :Border 2 Teaser Launched: વિજય દિવસ પર ‘બોર્ડર 2’નું દમદાર ટીઝર રિલીઝ, 1971ના યુદ્ધની શૌર્યગાથા ફરી જીવંત થશે