LokSabhaElections2024 : લોકસભા ચૂંટણી આજે છઠ્ઠા તબક્કામાં પહોચી ચૂકી છે. આજે 8 રાજ્યોની 58 બેઠક પર મતદાન યોજાયું છે, પાંચમાં તબક્કામાં અત્યાર સુધીમાં સુધીમાં સરેરાશ 65.96 ટકા મતદાન થયું છે.
સાત તબક્કાની લોકસભા ચૂંટણી 2024ના છઠ્ઠા તબક્કામાં, આઠ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની કુલ 58 બેઠકો માટે આજે 25 મેના રોજ મતદાન થઇ રહ્યું છે. છઠ્ઠા તબક્કામાં 889 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. આ તબક્કામાં બિહારની 8, હરિયાણાની 10, ઝારખંડની 4, દિલ્હીની 7, ઓડિશાની 6, ઉત્તર પ્રદેશની 14, પશ્ચિમ બંગાળની 8 અને જમ્મુ-કાશ્મીરની 1 બેઠક પર મતદાન થઈ રહ્યું છે. તસવીરોમાં જોવો કોને કોને મતદાન કર્યું ?
લોકસભા ચૂંટણી 2024ના છઠ્ઠા તબક્કામાં સવારે 11 વાગ્યા સુધી 25.76% મતદાન થયું હતું. પશ્ચિમ બંગાળ હાલમાં મતદાનમાં સૌથી આગળ છે. માહિતી અનુસાર,
LokSabhaElections2024 : 11 વાગ્યા સુધીના મતદાન
રાજ્ય | 11 વાગ્યા સુધી મતદાન |
પશ્ચિમ બંગાળ | 36.88% ટકા મતદાન |
ઝારખંડ | 27.80 ટકા મતદાન |
યુપી | 27.06 ટકા મતદાન |
બિહાર | 23.67 ટકા મતદાન |
જમ્મુ-કાશ્મીર | 23.11 ટકા મતદાન |
હરિયાણા | 22.09 ટકા મતદાન |
દિલ્હી | 21.69 ટકા મતદાન |
ઓડિશા | 21.30 ટકા મતદાન |
લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કામાં આઠ રાજ્યોમાં મતદાન થઈ રહ્યું છે. રાજધાની દિલ્હીની તમામ સાત બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સહિત અનેક મંત્રીઓ, પૂર્વ મંત્રીઓ અને વરિષ્ઠ નેતાઓએ મતદાન કર્યું છે.
પીએમ મોદીએ લોકોને લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કા માટે મોટી સંખ્યામાં મતદાન કરવા વિનંતી કરતા કહ્યું કે, હું તમામ લોકોને વિનંતી કરું છું કે જેઓ 2024ની લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કામાં મતદાન કરી રહ્યાં છે તેઓ મોટી સંખ્યામાં મતદાન કરે. હું ખાસ કરીને મહિલા મતદારો અને યુવા મતદારોને મોટી સંખ્યામાં મતદાન કરવા વિનંતી કરું છું.
બીજેપી ઉમેદવાર બાંસુરી સ્વરાજે નવી દિલ્હી લોકસભા બેઠક પરથી પોતાનો મત આપ્યો. આ દરમિયાન તેમણે કહ્યું કે, આજે તમારા લોકતાંત્રિક અધિકારોનો ઉપયોગ કરો અને વિકસિત ભારત માટે મત આપો, મજબૂત રાષ્ટ્ર માટે મત આપો.
કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ લોકસભા ચૂંટણી 2024ના છઠ્ઠા તબક્કામાં મતદાન મથક માઉન્ટ કાર્મેલ સ્કૂલ, મોતી બાગ ખાતે પોતાનો મત આપ્યો.ઓડિશાની પુરી લોકસભા સીટ પરથી ભાજપના ઉમેદવાર સંબિત પાત્રાએ પુરીના મંદિરમાં પૂજા કરી હતી.
હરિયાણાના પૂર્વ સીએમ અને કરનાલ લોકસભા સીટ પરથી ભાજપના ઉમેદવાર મનોહર લાલે હરિયાણાના કરનાલમાં એક મતદાન મથક પર પોતાનો મત આપ્યો. કોંગ્રેસે આ બેઠક પરથી દિવ્યાંશુ બુધિરાજાને મેદાનમાં ઉતાર્યા છે.વિદેશ મંત્રી ડૉ એસ જયશંકર છઠ્ઠા તબક્કા માટે મતદાન કરવા માટે દિલ્હીના એક મતદાન કેન્દ્ર પર પહોંચ્યા.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો