Loksabha Election :   ત્રીજા તબક્કાની ચૂંટણી માટે જાહેરનામું બહાર પડ્યું, ગુજરાતની 26 લોકસભા બેઠકો માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરુ   

0
287
Loksabha Election
Loksabha Election

Loksabha Election :  ભારતના ચૂંટણી પંચ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી-2024 અંતર્ગત ત્રીજા તબક્કામાં યોજાનાર ચૂંટણી અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જે અનુસાર ગુજરાતમાં આવેલી લોકસભાની 26 બેઠકો માટેની સામાન્ય ચૂંટણી તથા વિધાનસભાની 05 બેઠકો માટેની પેટાચૂંટણી માટે આજથી ઉમેદવારીપત્રો ભરવાની શરૂઆત થઈ જશે.

Loksabha Election

Loksabha Election :   લોકસભા ચૂંટણીનું આજથી સત્તાવાર રીતે સરકારી બ્યુગલ ફૂંકાઈ ગયું છે. આદર્શ આચારસંહિતાની અમલવારી બાદ ઉમેદવારી ફોર્મ ભરવાની આજથી શરૂઆત કરવામાં આવી  છે. ગુજરાતની 26 લોકસભા બેઠક માટે આજથી ફોર્મ ભરવાની શરૂઆત થઇ ગઈ છે. જેમાં જે તે જિલ્લા મેજિસ્ટ્રેટ (જિલ્લા ચૂંટણી અધિકારી)ની કચેરી ખાતે ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ભાજપ અને કોંગ્રેસે જીત માટે રાજકીય ચોખઠા ગોઠવી દીધા છે. ભાજપે તમામ 26 બેઠકો માટે ઉમેદવારો જાહેર કરી દીધા છે, જ્યારે કોંગ્રેસ હજી ગુજરાતની ચાર બેઠકો  પર પોતાના ઉમેદવાર જાહેર કર્યા નથી.

Loksabha Election

Loksabha Election :  મતદાનના ત્રીજા તબક્કામાં ગુજરાતમાં મતદાન થશે

Loksabha Election


Loksabha Election :  ગુજરાતમાં ઉમેદવારી ફોર્મ ભરવાની શરૂઆત 12 એપ્રિલ એટલે કે આજથી થશે. 19 એપ્રિલ સુધી ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ રહેશે. 20 એપ્રિલના રોજ ઉમેદવારોના ફોર્મની ચકાસણી કરાશે અને 22 એપ્રિલ સુધીમાં ઉમેદવારી ફોર્મ પરત ખેંચી શકાશે. 7 મેના રોજ ગુજરાતમાં ત્રીજા તબક્કાનું મતદાન યોજાશે.

Loksabha Election :  ગુજરાતમાં લોકસભા અને વિધાનસભા પેટા ચૂંટણીનો કાર્યક્રમ

  • જાહેરનામાની પ્રસિદ્ધિ થશે – 12 એપ્રિલ
  • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ – 19 એપ્રિલ
  • ફોર્મ ચકાસણી – 20 એપ્રિલ
  • ફોર્મ પરત ખેંચી શકાશે – 22 એપ્રિલ
  • મતદાન – 7 મે 2024
  • મત ગણતરી/ પરિણામ – 4 જૂન 2024
  • ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થશે – 6 જૂન

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો