ખબરદાર !! ચૂંટણી પ્રચારમાં બાળકોનો ઉપયોગ થશે તો થશે કડક કાર્યવાહી

0
332
Lok Sabha Elections
Lok Sabha Elections

Lok Sabha Elections  : લોકસભાની ચૂંટણીને હવે થોડા જ દિવસો બાકી રહ્યા છે. ત્યારે ચૂંટણી પંચે (Election Commission) 2024 ની લોકસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ચૂંટણી પંચે ચૂંટણી પ્રચારમાં બાળકો અને સગીરોને સામેલ ન કરવા સૂચના આપી છે. કમિશને કડક સૂચના આપી છે અને કહ્યું છે કે, સામાન્ય ચૂંટણીમાં બાળકો અથવા સગીરો પ્રચાર પોસ્ટર ચોંટાડતા, સૂત્રોચ્ચાર કરતા અથવા પક્ષના ઝંડા અને બેનરો સાથે જોવા ન મળવા જોઈએ.

Lok Sabha Elections

Lok Sabha Elections  : ચૂંટણી પંચનું કહેવું છે કે, બાળકોને ચૂંટણી સંબંધિત કામ અથવા ચૂંટણી પ્રચારની પ્રવૃત્તિઓમાં સામેલ કરવું સહન કરી શકાય નહીં. આ માર્ગદર્શિકામાં બાળકોને કોઈપણ રીતે રાજકીય પ્રચારમાં સામેલ કરવાનો સમાવેશ થાય છે, જેમાં બાળકો દ્વારા બોલવામાં આવતા કવિતા, ગીતો, સૂત્રો અથવા શબ્દોનું પઠન કરવું અથવા કોઈપણ રાજકીય પક્ષ અથવા ઉમેદવારના ચિહ્નો દર્શાવવાનો સમાવેશ થાય છે. ચૂંટણી પ્રચાર સંબંધિત પ્રવૃત્તિઓમાં બાળકોની સંડોવણી સહન કરી શકાય નહીં.

Lok Sabha Elections

Lok Sabha Elections : બાળ મજૂરી સંબંધિત તમામ કાયદાઓ હેઠળ થશે કાર્યવાહી

Lok Sabha Elections   : પંચે કહ્યું કે જો કોઈ પક્ષ તેના ચૂંટણી પ્રચાર દરમિયાન બાળકોને સામેલ કરતો જોવા મળશે તો બાળ મજૂરી સંબંધિત તમામ કાયદાઓ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. આ અંગે કાર્યવાહી કરવા જિલ્લા ચૂંટણી અધિકારી અને રિટર્નિંગ ઓફિસરને જવાબદારી સોંપવામાં આવી છે. જો કે, રાજકીય નેતાની નજીકમાં બાળકની સાથે તેના માતા-પિતા અથવા વાલીની હાજરી હોય તો તેને ચૂંટણી પ્રચાર માનવામાં નહીં અને તેને માર્ગદર્શિકાનું ઉલ્લંઘન પણ માનવામાં આવશે નહીં.

Lok Sabha Elections

Lok Sabha Elections  : પોતાની માર્ગદરર્શિકામાં બોમ્બે હાઈકોર્ટના નિર્ણયને ટાંકીને, પંચે કહ્યું કે સુધારેલા અધિનિયમ, 2016 મુજબ, તમામ રાજકીય પક્ષોએ એ વાતનું ધ્યાન રાખવાનું રહેશે કે તેમના પક્ષના ચૂંટણી પ્રચારમાં બાળકો સામેલ ન હોય.

दिलचस्प खबरों के लिए यहाँ क्लिक करे

यूट्यूब चैनल पर शॉर्ट्स देखने के लिए यहाँ क्लिक करे

पंजाब में और क्या चल रहा है – यहाँ से क्लिक कर के जाने