LIQUOR SALE : સાઉદીમાં 70 વર્ષમાં પ્રથમ વખત દારૂનું વેચાણ,જાણો કોણ ખરીદી શકશે

0
135
LIQUOR SALE
LIQUOR SALE

LIQUOR SALE : 1951માં રાજદ્વારીની હત્યા બાદ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

1952 પછી પહેલીવાર સાઉદી અરેબિયામાં દારૂના વેચાણ (LIQUOR SALE) માટે સ્ટોર ખોલવામાં આવ્યો છે. હાલમાં અહીંથી માત્ર બિન-મુસ્લિમ રાજદ્વારીઓ જ દારૂ, બીયર કે વાઈન ખરીદી શકશે. આ માટે તેઓએ ઓળખ પત્ર બતાવવાનું રહેશે.

1951માં, સાઉદી કિંગ અબ્દુલ અઝીઝના પુત્રએ દારુના નશામાં મોટી ભૂલ કરી દીધી હતી. જેના કારણે આ કિંગે આ કાયદો બનાવ્યો હતો.ત્યારથી અહીંયા દારૂના વેચાણ પર પ્રતિબંધ હતો.

MBS મંજૂરી

સાઉદી અરેબિયાના વડાપ્રધાન અને ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન (MBS) એ રાજધાનીના સૌથી પોશ વિસ્તારમાં આ સ્ટોર ખોલવાની મંજૂરી આપી હતી. તેનું એક કારણ એ છે કે MBS 2030 સુધીમાં સાઉદી અરેબિયાને બિઝનેસ અને ટુરિઝમનું હબ બનાવવા માંગે છે અને આ મામલે તે પાડોશી ઇસ્લામિક દેશ UAE સાથે સ્પર્ધા કરી રહી છે.

સપ્ટેમ્બર 2022 માં, MBS એ વિઝન 2030 ની સત્તાવાર જાહેરાત કરી. જો કે થોડા સમય પહેલા આ અંગેની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ અંતર્ગત દેશમાં કડક ઇસ્લામિક અને શરિયા કાયદા સાથે ઘણા ફેરફારો જોવા મળી રહ્યા છે. દારૂની દુકાનોને મંજૂરી આપવી એ આમાંથી એક છે.

અહીં દારૂ ખરીદવા જતા રાજદ્વારીઓને સત્તાવાર ઓળખ કાર્ડ બતાવવાનું રહેશે. તેના આધારે જ તેમને પરમિટ આપવામાં આવશે. કોઈપણ બિન-મુસ્લિમ રાજદ્વારી દારૂ ખરીદી શકશે નહીં.

LIQUOR SALE : મુસ્લિમ દેશોમાં પ્રતિબંધો

‘ટાઈમ મેગેઝીન’ના એક અહેવાલ મુજબ કુવૈતમાં 1965થી દારૂના વેચાણ પર પ્રતિબંધ છે. હકીકતમાં, આ પહેલા કુવૈતમાં ઘણા લોકોએ દારૂની જગ્યાએ પરફ્યુમ પીધું હતું. કેટલાક લોકોએ લેબમાં વપરાતો દારૂ પણ પીધો હતો. ઘણા લોકો મૃત્યુ પામ્યા અને કેટલાક ગંભીર રીતે બીમાર પડ્યા. આ પછી અહીં તમામ પ્રકારના દારૂ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો.

જ્યારે પાકિસ્તાન, ઓમાન અને કતારમાં તમે બિન-મુસ્લિમ સ્ટોર્સમાંથી દારૂ ખરીદી શકો છો. આ સિવાય કેટલીક રેસ્ટોરન્ટ અને હોટલમાં પણ દારૂ પીરસવામાં આવે છે. આ માટે, પરમિટ અને લાઇસન્સ આપવામાં આવે છે.

સોમાલિયા અને બ્રુનેઈમાં તમે ખાનગી જગ્યાઓ (ઘર)માં દારૂ પી શકો છો. જોકે, આ મંજૂરી બિન-મુસ્લિમો માટે નથી. સોમાલિયાએ 2021માં આલ્કોહોલ સંબંધિત કાયદાને ખૂબ કડક બનાવ્યા છે.

લિબિયા, બાંગ્લાદેશ અને ઈરાનમાં દારૂ પર પ્રતિબંધ છે, પરંતુ સત્ય એ છે કે અહીં દાણચોરી અને બ્લેક માર્કેટિંગ દ્વારા ઘણો દારૂ વેચાય છે. આ સિવાય ઘણા લોકો ઘરે જ દારૂ બનાવીને વેચે છે.

સુદાનમાં 2020 સુધી દારૂ પર પ્રતિબંધ હતો. આ પછી બિન-મુસ્લિમો માટે નિયમો બદલવામાં આવ્યા હતા. જો કે, જ્યારે આ લોકો પીતા હોય ત્યારે ત્યાં મુસ્લિમો ન હોવા જોઈએ.

સાઉદીમાં શા માટે દારૂ પર પ્રતિબંધ હતો

LIQUOR SALE
LIQUOR SALE

કિંગ અબ્દુલ અઝીઝે 1952 માં દારૂ પીવા અને ખરીદવા અને વેચવા પર પ્રતિબંધ મૂક્યો હતો. તેનું કારણ એક ઘટના હતી. હકીકતમાં, તેમના પુત્ર પ્રિન્સ મિશારીએ એક પાર્ટીમાં બ્રિટિશ રાજદ્વારી સિરિલ ઉસ્માન સાથે દલીલ કરી હતી. બંને નશામાં હતા. દલીલ લડાઈમાં ફેરવાઈ અને મિશારીએ સિરિલને ગોળી મારી દીધી અને તેમનું મૃત્યુ થયું હતું.

પ્રિન્સ મિશારીને હત્યાનો દોષી ઠેરવવામાં આવ્યો હતો. પરંતુ, સાઉદીમાં ‘બ્લડ મની’ કાયદો છે. આ અંતર્ગત જો માર્યા ગયેલા વ્યક્તિનો પરિવાર ગુનેગારના પરિવાર સાથે સમાધાન કરે છે તો તેને માફ કરી શકાય છે. આ માટે, ગુનેગારે પરસ્પર કરાર હેઠળ પીડિતને એક નિશ્ચિત રકમ આપવાની હોય છે.

સિરિલ ઉસ્માનની પત્નીએ ‘બ્લડ મની’ હેઠળ મોટી રકમ લીધા બાદ પ્રિન્સ મિશઆરીને માફ કરી દીધો હતો. જો કે, આ પછી મિશારી લગભગ અજ્ઞાતવાસમાં જ રહ્યા અને વર્ષ 2000 માં તેમનું અવસાન થયું

વધુ સમાચાર માટે – અહી કલિક કરો, YouTube શોર્ટ્સ માટે – અહી કિલક કરો અને હિંદી સમાચાર વાંચવા – અહી ક્લિક કરો