અરબી સ્મૃદ્રમાં સર્જાયેલા બિપોરજોય વાવાઝોડાનો જોર વધી રહ્યો છે. બિપરજોય વાવાઝોડાની અસર ગુજરાત સાથે સાથે મહારાષ્ટ્ર, ગોવા , કર્ણાટક અને કેરમાં વર્તાઈ રહી છે. આ દરમિયાન એશીયાઇ સિંહોના એકમાત્ર આશ્રય સ્થાન એવા ગીરના જંગલમાં વાવાઝોડાની અસર દેખાવા લાગી છે. ત્યાર ગીર નજીકનો વિસ્તારએ સિંહોના વસવાટ માટેનો કુદરતી વિસ્તાર છે. આવિસ્તારમાં 100 કરતા વધુ સિંહો વસવાટ કરે છે. ત્યારે તમામને સલામત સ્થળ પર ખસેડવામાં આવ્યા છે.
300થી વધુ ટ્રેકર્સની મદદથી સિંહોની ગતિવિધિ પર નજર રાખવામાં આવી રહી છે. ટ્રેકર્સ દ્વારા સિંહો પર આવી રહેલા જોખમને પહેલા જ પારખી શકાય છે. તેનાથી સમયસર સિંહોના જીવ બચાવી શકાશે. વાવાઝોડાને કારણે 70થી 80 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. કોઇપણ વન્યજીવને નુકસાન ન થાય તેના માટેના સઘન પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
હાલમાં 300થી વધુ લોકોની મદદથી સિંહની ગતિવિધિ પર નજર રાખવામાં આવી રહી છે. જો કોઈ મુશીબત નજરે પડે છે તેવા સમયે સિંહોના જીવ સમયસર બચાવી શકાય તેવી તૈયારીઓ કરવામાં આવી છે. કારણકે હાલમાં વાવાઝોડાના કારણે 70-૮૦ કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. કોઈ પણ વન્યજીવને નુકસાન પહોંચે તે માટે તંત્ર દ્વારા તમામ દેખરેખ રાખવામાં આવી છે.
જુનગઢના સીસીએફ આરાધના સાહુએ આપેલ માહિતી અનુસાર ગીર જંગલ સફારી પાર્ક અને દેવળિયા પાર્કને 12 જૂનથી 16 જૂન સુધી બંધ રખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તો હવે મુલાકાતીઓ ઓક્ટોબર મહિનામાં જ સીધો ગીર સફારીનો આનંદ મળી શકશે. કારણકે 16 જૂનથી ગીર સફારી પાર્કમાં ચાર મહિનાનું ચોમાસું વેકેશન શરૂ થશે. જે બાદ ગીર સફારી હવે સીધી 16 ઓક્ટોબરના રોજ જ શરૂ થશે. જોખમને ધ્યાનમાં રાખીને તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે.
તૌક્તે વાવાઝોડા દરમિયાન થયું હતું મોટું નુકસાન
આપને સાથે એ પણ જાણવી દઈએ કે તૌક્તે વાવાઝોડા સમયે પણ ભારે નુકસાન થયું હતું. જેને જોતા સરકાર દ્વારા પૂર્વ તૈયારીઓ કરી લેવામાં આવી છે. અને હાલ કેન્દ્રીયમંત્રીઓ અને રાજ્યમંત્રીઓ દ્વારા પરિસ્થિતિ પર દેખરેખ રાખવામાં આવી રહી છે.
બિપોરજોય વાવાઝોડા અંગે માહિતી મેળવવા માટે જોતા રહ્યો અમારી વેબસાઇટ
વીઆર લાઈવ ન્યુઝ ચેનલના Youtube & Facebook પેજ પર મેળવો તાજા સમાચારોની માહિતી