મેટાના કર્મચારીઓ પર છટણીનું સંકટ, કંપનીમાં 10,000 પદ ઘટી જશે

0
145

ટેક કંપનીઓમાં છટણીઓનો દોર ચાલી રહ્યો છે.ગુગલ સહિતની મોટી ટેક કંપનીઓ છટણી કરી ચુકી છે. આની વચ્ચે હવે મેટાએ ફરી છટણીની જાહેરાત કરી છે. નોકરીમાં કાપથી ફેસબુક, વોટ્સએપ, ઈન્સ્ટાગ્રામ અને રિયાલિટી લેબ્સ પણ પ્રભાવિત થશે. મેટાનું આ પગલું કોસ્ટ કટિંગનો જ હિસ્સો છે. તેનાથી કંપનીમાં 10,000 પદ ઘટી જશે.  બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર, મેટા પ્લેટફોર્મ્સે બુધવારે મેનેજરને છટણી પર કામ કરવાનો આદેશ આપ્યો છે. મેટાના સ્થાપક અને સીઈઓ માર્ક ઝકરબર્ગે તાજેતરમાં જણાવ્યું હતું કે મેટા તેના ખર્ચને ઘટાડવાનો પ્રયાસ કરી રહી છે. છટણીનો બીજો રાઉન્ડ મે મહિનામાં જાહેર કરવામાં આવશે.