LATHTHAKAND : ગુજરાતમાં દારૂબંધી વધુ લોકોના જીવ લઇ રહી છે, આમ કહેવું જરાય ખોટું નથી કેમ કે ખરાબ અને કેમિકલયુક્ત દારૂ પીવાથી દિવસેને દિવસે લઠ્ઠાકાંડની ઘટના વધતી જાય છે, બોટાદ લઠ્ઠાકાંડની હજુ તપાસ પૂર્ણ થઇ નથી ત્યારે વધુ એક લઠ્ઠાકાંડમાં ૨ લોકોએ જીવ ગુમાવ્યો છે. ગાંધીનગરના દહેગામના લિહોડા ગામમાં દેશી દારૂ પીવાના કારણે 2 લોકોના મોત થયા છે. જ્યારે 3 લોકોની હાલત ગંભીર હોવાનું પણ જાણવા મળ્યું છે. ગઈકાલે મોડી રાતે બનાવ બન્યો હતો. લઠ્ઠાકાંડ થયો હોય તેવી આશંકા જોવા મળી રહી છે. જેથી પોલીસ દોડતી થઈ છે. ગામમાં કોઈ બીમાર હોય તેને હોસ્પિટલ ખસેડવાની કામગીરી કરવામાં આવી રહી છે. જે બે લોકોના મોત થયા છે. તેમાં એક લિહોડા તેમજ અન્ય એક પનાના મુવાડા ગામનો રહેવાસી હોવાનું હાલ સામે આવ્યું છે.
LATHTHAKAND : બોટાદ બાદ હવે ગાંધીનગરમાં લઠ્ઠાકાંડ
LATHTHAKAND :બોટાદ બાદ ગાંધીનગરમાં દારૂ પીવાથી બે લોકોના મોત થયા છે. એક વર્ષ પહેલા બોટાદમાં લઠ્ઠાકાંડ થયો હતો. ત્યારે હવે દહેગામના લિહોડા ગામમાં દારૂ પીવાથી 2 લોકોના મોત થયા છે. લઠ્ઠાકાંડની આશંકા વ્યક્ત કરાઈ છે. દારૂ પીધા બાદ થયા 2 લોકોના મોત જ્યારે 3 વ્યક્તિ સારવાર હેઠળ છે. દારૂ પીધા બાદ મોત થતાં નાનકડા ગામમાં હાહાકાર મચી ગયો છે. પોલીસ અને ફોરેન્સિકની તપાસમાં કેફી પ્રવાહી ઉપરથી પડદો ઉચકાશે. હજુ પણ નશાખોરની સંખ્યા વધે તો ઈમરજન્સી માટે 5 એમ્બ્યુલન્સ સ્ટેન્ડ બાય રખાઈ છે. રેન્જ આઈજી તેમજ જિલ્લા પોલીસવડા પણ હાલ લિહોડા ગામે પહોંચ્યા છે.
દહેગામ તાલુકાના લીહોડા પંથકમાં શંકાસ્પદ લઠ્ઠાકાંડ સર્જાયો છે. જ્યાં બે વ્યક્તિઓના મોત તેમજ ત્રણ વ્યક્તિઓની હાલત ગંભીર બનતા તેઓને ગાંધીનગરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.
LATHTHAKAND : બીજી તરફ ગાંધીનગર પોલીસના વિશ્વસનીય સૂત્રોએ જણાવ્યું કે, રાત્રે જ દેશી દારૂના સેમ્પલ એફએસએલ તપાસ અર્થે મોકલી આપવામાં આવ્યા હતા. જેમાં ઈથેનોલ નહીં હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક તપાસમાં અત્રેના એક બુટલેગરને ત્યાં ગઈકાલે ઉક્ત લોકોએ દારૂ પીધો હતો. જે બાદ બે જણાની તબિયત વધુ લથડી હતી. જ્યારે અન્ય લોકોને સામાન્ય અસર થઈ હતી. પ્રાથમિક એવું લાગી રહ્યું છે કે, મૃતકોએ વધુ માત્રામાં દિવસ દરમિયાન પણ દારૂ પીધો હોવો જોઈએ. તેમ છતાં અમે અહીં દારૂનું વેચાણ કરતા બે ત્રણ બુટલેગરોને રાઉન્ડ અપ કરી લીધા છે.
તમે આ પણ વાંચી શકો છો
RASHI BHAVISHYA : આ ઉત્તરાયણ કઈ રાશીને અપાવશે લાભ