બિલાસપુરમાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલન

0
64
બિલાસપુરમાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલન
બિલાસપુરમાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલન

હિમાચલમાં ભારે વરાસદ

બિલાસપુરમાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલન

વાહન વ્યવહાર ખોરવાયો

બિલાસપુરમાં ભારે વરાસદ વરસી રહ્યો છે.જેના કારણે લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.  હિમાચમાં ભારે વરસાનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હિમાચલમાં ભારે વરસાદને કારણે સતત ભૂસ્ખલનના સમાચાર સામે આવી રહ્યાં છે. હિમાચલના બિલાસપુરમાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલન થયું હતું. જેના કરાણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. અને વાહન વ્યવાહાર ખોરવાયો હતો.બિલાસપુરમાં પણ લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.

હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ

રાજ્યમાં છેલ્લા 24 કલાક તબાહીથી ભરેલા રહ્યા

રાજ્યમાં છેલ્લા 24 કલાક તબાહીથી ભરેલા રહ્યા છે અને આ સમયગાળા દરમિયાન રાજ્યમાં વિવિધ અકસ્માતોમાં 20 લોકોએ જીવ ગુમાવ્યા છે જ્યારે 64.11 કરોડની સંપત્તિને નુકસાન થયું છે. તેમાંથી 7 લોકો ભૂસ્ખલન, પૂર અને વાદળ ફાટવાની ઘટનાઓમાં મૃત્યુ પામ્યા છે, જ્યારે અન્ય અકસ્માતોમાં 7 લોકોના મોત થયા છે. સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાકમાં ચંબામાં 8, સિરમૌરમાં 5, સોલનમાં 3, શિમલામાં 2, ઉના અને મંડીમાં 1-1 લોકોના મોત થયા છે. રાજ્યમાં આપત્તિ વચ્ચે 32 લોકો હજુ પણ લાપતા છે જ્યારે અત્યાર સુધીમાં 252 લોકોના મોત થયા છે.

હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદને પગલે ઓરેન્જ એલર્ટની ચેતવણી વચ્ચે શુક્રવાર સાંજ સુધી 302 રસ્તાઓ પર વાહનવ્યવહાર સ્થગિત રહ્યો હતો. 989 પાવર ટ્રાન્સફોર્મર અને 47 પીવાના પાણીની યોજનાઓ પણ બંધ છે. ભૂસ્ખલનને કારણે કાલકા-શિમલા નેશનલ હાઈવે આઠ કલાક સુધી બંધ રહ્યો હતો. બપોરના સમયે નાના વાહનો બાદ સાંજે એનએચથી બસોની અવરજવર પણ શરૂ થઈ ગઈ છે. જો કે, સોનુ બંગલા ખાતે ભૂસ્ખલન થતાં રાત્રિ દરમિયાન હાઇવે ફરીથી બંધ કરવામાં આવ્યો હતો. બીજી તરફ ચંદીગઢ-મનાલી, શિમલા-ધરમશાલા, મંડી-પઠાણકોટ નેશનલ હાઈવે પર શુક્રવારે દિવસભર વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો.

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ