LALO:‘લાલો…’ બની ગુજરાતી સિનેમાનો બોક્સ-ઓફિસ ચેમ્પિયન — ₹62.74 કરોડ ગ્રોસ.#LaloBlockbuster,#LaloSuperhit,#GujaratiBlockbuster

0
101
LALO:
LALO:

લાલો…’ બની ગુજરાતી સિનેમાનો

LALO:‘લાલો…’ બની ગુજરાતી સિનેમાનો બોક્સ-ઓફિસ ચેમ્પિયન — ₹62.74 કરોડ ગ્રોસગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીએ ઐતિહાસિક ક્ષણનો અનુભવ કર્યો છે. રિલીઝ સમયે સ્ક્રીન્સ ન મળતી ‘લાલો – શ્રીકૃષ્ણ સદા સહાયતે’ આજે ગુજરાતી સિનેમાની Highest Grossing Film બની ગઈ છે. માત્ર બે મહિનામાં ગુજરાતીઓએ આ ફિલ્મ પાછળ ₹70 કરોડથી વધુ ખર્ચ્યા છે, જે સ્થાનિક ઈન્ડસ્ટ્રી માટે આશ્ચર્યજનક સિદ્ધિ છે.

LALO: ‘લાલો…’એ તોડ્યા તમામ બોક્સ ઑફિસ રેકોર્ડ્સ

LALO:

ચોથી અઠવાડિયાથી ફિલ્મે એવી ગજબ કમાણી શરૂ કરી કે હાલ છઠ્ઠા અઠવાડિયામાં કુલ આંકડો પહોંચ્યો છે:

  • Net Collection: ₹52.74 કરોડ
  • Gross Collection: ₹62.74 કરોડ

આ રીતે ‘લાલો…’એ ‘ચાલ જીવી લઈએ’ (2019)નું ₹50 કરોડનું રેકોર્ડ તોડી ગુજરાતી સિનેમાની Top Grossing Film Ever તરીકે સ્થાન મેળવ્યું છે.

LALO:રિલીઝ સમયે સ્ક્રીન્સ નહોતી, આજે ટિકિટ મળતી નથી

ફિલ્મને શરૂઆતમાં માત્ર મર્યાદિત શો અને સ્ક્રીન્સ મળી હતી. પરંતુ ‘વર્ડ ઓફ માઉથ’ અને ધાર્મિક–ભાવનાત્મક કન્ટેન્ટના કારણે ફિલ્મ ધીમે ધીમે સુપરસ્ટાર બની ગઈ. આજે સ્થિતિ એવી છે કે—
હાઉસફુલ શો હોવા છતાં પણ ટિકિટ મળવી મુશ્કેલ!

LALO:25 દેશોમાં રિલીઝ, NRI audiencesએ આપ્યો ભવ્ય પ્રતિસાદ

પ્રોડ્યુસર પાર્થિવ ગોહિલ અને ડિરેક્ટર અંકિત સખિયા કહે છે—
“આ ફિલ્મ 25થી વધુ દેશોમાં રિલીઝ થઈ છે. પ્રથમ વખત કોઈ ગુજરાતી ફિલ્મને 10 લાખથી વધુ NRI પ્રેક્ષક જોવા જઈ રહ્યા છે. આ અમારા માટે કમાણી કરતાં પણ મોટી ખુશીની વાત છે.”

LALO: ઈન્ડસ્ટ્રીના ટોચના ડિરેક્ટરોએ શું કહ્યું?

ગુજરાતી સિનેમાના જાણીતા ડિરેક્ટર અભિષેક જૈન, વિજયગિરિ બાવા અને પ્રોફેસર કાર્તિકેય ભટ્ટે ફિલ્મના જોરદાર પ્રદર્શન વિશે કહ્યું:

  • ફિલ્મની ક્રિયેટિવ ટીમે હતાશ થયા વગર સતત પ્રચાર અને જોડાણ રાખ્યું, જે આજે સફળતા રૂપે દેખાઈ રહ્યું છે.
  • ‘લાલો…’ના કારણે ગુજરાતી ઈન્ડસ્ટ્રીને નવી દિશા અને નવી ઊંચાઈ મળી છે.
  • છેલ્લા કેટલાક વર્ષોમાં ‘છેલ્લો દિવસ’, ‘હેલ્લારો’, ‘ઝમકુડી’, ‘શુ થયું’ જેવી ફિલ્મોએ બનાવેલી ઘોડાપચી હવે ‘લાલો…’ વધુ મજબૂત બનાવી રહી છે.

LALO:લોકોનો પ્રતિસાદ ભગવાનના આશીર્વાદ જેવો” — ફિલ્મ ટીમ

LALO:

ફિલ્મમેકર્સ કહે છે—
“આ ફિલ્મને મળેલો પ્રેમ જાણે શ્રીકૃષ્ણનો આશીર્વાદ લાગે છે. પબ્લિકના વિશ્વાસે જ ‘લાલો…’ને આટલી મોટી કિંમત અપાવી છે.”

ગુજરાતી સિનેમા માટે ઐતિહાસિક દિવસ

‘લાલો…’ની વિક્રમજનક કમાણી એ સાબિત કરે છે કે—
ગુજરાતી સિનેમા હવે પ્રેક્ષકોની પ્રથમ પસંદગી બની રહ્યું છે.
સ્થાનિક ઈન્ડસ્ટ્રીમાં નવા રોજગાર, નવી તક અને નવા બજેટની ફિલ્મો માટે માર્ગ ખુલ્યો છે.

વડુ સમાચાર વાંચવા અહી ક્લિક કરો :

Poaching Racket Exposed: અમીરગઢ જંગલમાં હાઈ-અલર્ટ ઓપરેશન વન વિભાગે 10 શિકારીઓને પકડી પાડ્યા