LakshadweepTourism : માલદીવને તબાહ કરવાની તૈયારીમાં ભારત !! લક્ષદ્વીપમાં બનાવશે નવું એરપોર્ટ

0
196
LakshadweepTourism
LakshadweepTourism

LakshadweepTourism  : વડાપ્રધાન મોદીના લક્ષદીપ પ્રવાસ બાદ અને માલદીવના નેતાઓના વિવાદિત નિવેદન બાદ ભારતમાં બાયકોટ માલદીવ અને એક્સ્પ્લોર ઇન્ડિયા આઈલેન્ડ ટ્રેન્ડ થવા લાગ્યું છે, ત્યારે આ બધાની વચ્ચે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. ભારત હવે લક્ષદીપના ટુરીઝમને વિકસાવામાં લાગી ગયું છે, સુત્રોનું માનીએ તો ભારત લક્ષદીપના એક ટાપુ પર એરફિલ્ડનું નિર્માણ શરુ કરવાનું છે.  જેનાથી પ્રવાસન અને સેનાને જોરદાર તાકાત મળશે.    

LakshadweepTourism

 

LakshadweepTourism : કેન્દ્ર સરકારે હવે લક્ષદ્વીપને ભારતનું મુખ્ય પ્રવાસન સ્થળ બનાવવાના પ્રયાસો શરૂ કર્યા છે.  ભારત હવે લક્ષદ્વીપના મિનિકોય ટાપુઓમાં એક નવું એરફિલ્ડ વિકસાવવાનું આયોજન કરી રહ્યું છે જે ફાઇટર જેટ સહિત કોમર્શિયલ એરક્રાફ્ટ તેમજ લશ્કરી એરક્રાફ્ટનું સંચાલન કરી શકશે. મિનિકોય ખાતેનું એરપોર્ટ સંરક્ષણ દળોને અરબી સમુદ્રમાં તેમના સર્વેલન્સ વિસ્તારને વિસ્તૃત કરવાની ક્ષમતા પણ આપશે. મિનિકોયનું એરપોર્ટ આ વિસ્તારમાં પ્રવાસનને પણ વેગ આપશે.

સરકારી સૂત્રોએ સમાચાર એજન્સી ANIને જણાવ્યું હતું કે, “અહીં એક સંયુક્ત એરફિલ્ડ બનાવવાની યોજના છે, જે ફાઇટર જેટ, લશ્કરી પરિવહન વિમાન અને કોમર્શિયલ એરક્રાફ્ટનું સંચાલન કરી શકશે. મિનિકોય ટાપુઓમાં આ નવા એરફિલ્ડને વિકસાવવા માટે અગાઉ પણ સરકારને દરખાસ્તો મોકલવામાં આવી છે. સંયુક્ત ઉપયોગ સંરક્ષણ એરસ્પેસની આ યોજનાને તાજેતરના સમયમાં ફરી વેગ મળી રહ્યો છે.અને હવે તે ઝડપથી આગળ વધી રહી છે.

LakshadweepTourism

લશ્કરી દૃષ્ટિકોણથી, એરફિલ્ડ ભારતને મજબૂત ક્ષમતા પ્રદાન કરશે, કારણ કે તેનો ઉપયોગ અરબી સમુદ્ર અને હિંદ મહાસાગર ક્ષેત્ર પર નજર રાખવા માટે થઈ શકે છે. ભારતીય કોસ્ટ ગાર્ડ, સંરક્ષણ મંત્રાલય હેઠળ, મિનિકોય ટાપુઓમાં હવાઈ પટ્ટીના વિકાસનું સૂચન કરનાર પ્રથમ દળ હતું.

LakshadweepTourism : મિનીકોયથી એરફોર્સને સુવિધા મળશે

વર્તમાન દરખાસ્ત મુજબ, ભારતીય વાયુસેના મિનિકોયથી ઓપરેશન ચલાવવાની આગેવાની લેશે. મિનિકોય ખાતેનું એરપોર્ટ સંરક્ષણ દળોને અરબી સમુદ્રમાં તેમના સર્વેલન્સ વિસ્તારને વિસ્તૃત કરવાની ક્ષમતા પણ આપશે. મિનિકોયનું એરપોર્ટ આ વિસ્તારમાં પ્રવાસનને પણ વેગ આપશે. હાલમાં ટાપુ વિસ્તારમાં માત્ર એક જ એરસ્ટ્રીપ છે, જે અગાટીમાં છે અને અહીં તમામ પ્રકારના એરક્રાફ્ટ ઉતરી શકતા નથી.

LakshadweepTourism

LakshadweepTourism : ભારત વિરોધી નિવેદન બાદ વિવાદ વધ્યો

નોંધનીય છે કે ગયા અઠવાડિયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત બાદથી આ ટાપુ વિસ્તાર ચર્ચા અને આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. માલદીવના શાસક પક્ષના એક રાજનેતા લક્ષદ્વીપને પ્રવાસીઓના આકર્ષણ તરીકે પ્રમોટ કરવાની ભારતીય યોજનાઓની ટીકા કરવાનો પ્રયાસ કર્યો હતો.  અને ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું હતું,  ત્યારબાદ લક્ષદીપ તરફ ભારતીય ટુરીસ્ટોનો ક્રેઝ વધુ જોવા મળી રહ્યો છે.

તમે આ પણ વાંચી શકો છો  

Suchana Sheth :  4 વર્ષના પોતાના જ બાળકની હત્યા કરી સુટકેસમા ભરી ફરાર થઇ માં