કચ્છ: દેશ વિદેશમાં એક પ્રતિષ્ઠિત પર્યટન સ્થળ તરીકે વિખ્યાત થઇ ચૂકેલા કચ્છના ધોરડો સફેદ રણમાં હવે પ્રવાસીઓ માટે નવું આકર્ષણ શરૂ કરવામાં આવશે. 26 ડિસેમ્બરે સફેદ રણના વૉચ ટાવર ઉપર કાયમી લાઇટ એન્ડ સાઉન્ડ શૉનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અનાવરણ કરવામાં આવશે. સફેદ રણના બેકગ્રાઉન્ડમાં આ લાઇટ એન્ડ સાઉન્ડ શૉથી એક નયનરમ્ય નજારો જોવા મળશે. વિલેજ થીમ પર સુશોભન દ્વારા પ્રવાસીઓને કચ્છના ભવ્ય ઇતિહાસ અને સંસ્કૃતિથી પરિચિત કરાવવામાં આવશે
26 ડિસેમ્બરે સાંજે 5 વાગ્યે લાઇટ એન્ડ સાઉન્ડ શૉનું અનાવરણ કરવામાં આવશે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા પણ ઉપસ્થિત રહેશે. અહીં પ્રાસંગિક ઉદ્બોધન બાદ મુખ્યમંત્રી સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમમાં સામેલ થશે.આ સાથે કચ્છડો ખેલે ખલકમેં થીમ પર સાંસ્કૃતિક કાર્યક્રમ, દૈનિક સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ સાથે થીમ પેવેલિયન, ક્રાફ્ટ સ્ટોલ, ખાણી-પીણી બજાર, ક્રિએટિવ ફુડ ઝોન અને સાહસિક પ્રવૃત્તિઓનું પણ આયોજન કરવામાં આવ્યુ છે.
કચ્છ : રણોત્સવથી કચ્છના અર્થતંત્રને ગતિ મળી
રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના પ્રવાસનને વેગ આપવા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રોડ, આકર્ષણો અને અન્ય સુવિધાઓ વિકસિત કરવામાં આવી રહી છે. કચ્છના ધોરડોમાં, તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના વિઝનથી શરૂ થયેલા રણોત્સવને હવે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત થઇ છે અને અર્થતંત્રને નવી ઊર્જા મળી છે. વર્ષ 2022-23માં 3.5 લાખ જેટલા પ્રવાસીઓએ સફેદ રણની મુલાકાત લીધી હતી.
જ્યારે આ વર્ષે અત્યાર સુધીમાં પોણા બે લાખ જેટલા પ્રવાસીઓ આવી ચૂક્યા છે.સફેદ રણના પ્રવાસનથી સ્થાનિક રોજગારી વધીઅત્યારે, કચ્છમાં ધોળાવીરા, સ્મૃતિવન, રીજનલ સાયન્સ સેન્ટર અને ભુજના ઐતિહાસિક સ્થળોની મુલાકાત પ્રવાસીઓ લઇ શકશે. સફેદ રણમાં પ્રવાસન વિકાસથી, સ્થાનિકોને વિવિધ ક્ષેત્રે રોજગારીની નવી તકો ઉપલબ્ધ બની છે. કચ્છી ભરતકામ અને હસ્તકલાના નમૂનાઓ પણ દેશ-વિદેશના લોકોમાં પ્રખ્યાત છે.

રણોત્સવ થકી કચ્છી હેન્ડિક્રાફ્ટ્સના કલાકારોને પોતાની કલાકૃતિઓને વેચવા માટે એક વૈશ્વિક બજાર મળે છે.ધોરડો હવે ‘બેસ્ટ ટુરિઝમ વિલેજ’તાજેતરમાં જ, કચ્છના ધોરડોને વિશ્વના શ્રેષ્ઠ પ્રવાસન ગામોની યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે. 19 ઓક્ટોબરના ઉઝબેકિસ્તાનના સમરકંદ ખાતે UNWTO (યુનાઇટેડ નેશન્સ વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન)ના ઉપક્રમે યોજાયેલી ‘બેસ્ટ ટૂરિઝમ વિલેજ-2023’ એવોર્ડ સેરેમની કાર્યક્રમ દરમિયાન ભારતમાંથી એકમાત્ર ધોરડોને ‘બેસ્ટ ટૂરિઝમ વિલેજ’નો એવોર્ડ આપવામાં આવ્યો છે.

ધોરડોને ‘વર્લ્ડ બેસ્ટ ટુરીઝમ વિલેજ’ એવોર્ડ
કચ્છનું સફેદ રણ જ્યાં આવેલું છે, તે ધોરડોને ‘વર્લ્ડ બેસ્ટ ટુરીઝમ વિલેજ’ એવોર્ડ મળવાથી ગુજરાતની ગૌરવ સિદ્ધિમાં વધુ એક સીમાચિહ્ન અંકિત થયું છે.સંયુક્ત રાષ્ટ્રો (યુએન)ના વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઈઝેશન દ્વારા ઈ.સ. 2021થી વૈશ્વિસ સ્તરે પ્રવાસનને ઉત્તેજન આપવા અપાતો એવોર્ડ આ વર્ષે સમગ્ર ભારતમાં માત્ર એક ગામને, ગુજરાતના કચ્છ જિલ્લાના ધોરડોને મળ્યો છે.
વિશ્વના શ્રેષ્ઠ પ્રવાસન ગામોની સૂચિમાં ધોરડોનું નામ અંકિત થયું છે.ઉઝબેકિસ્તાનના સમરકંદ ખાતે ગત તા. 19ના વિશ્વ પ્રવાસન સંગઠનની એવોર્ડ સેરેમનીમાં આ જાહેરાત કરાઈ હતી જેને વડાપ્રધાન સહિત સૌ કોઈએ આવકારી છે. વિશ્વના કૂલ 260 ગામોની એન્ટ્રી આવી હતી તેમાંથી કૂલ 54 ગામો પસંદ કરાયા છે
જેમાં ભારતનું એક ગામ ધોરડો ઉપરાંત ચીનના 4 ગામોનો સમાવેશ થાય છે. WTO ગામોની પસંદગી તેના સાંસ્કૃતિક વારસા, કુદરતી સંસાધનો અને તેના રક્ષણ, પ્રોત્સાહન, આર્થિક ટકાઉપણુ, સામાજિક સ્થિરતા, પર્યાવરણીય રીતે ટકી રહેવું વગેરે 9 માપદંડોને આધારે નક્કી થાય છે. વડાપ્રધાને ધોરડોની ઈ.સ. 2009 અને 2015માં મુલાકાત પણ લીધી હતી. આ ઉપરાંત ભારતના મદલા ગામને અપગ્રેડ પ્રોગ્રામ માટે પસંદ કરાયું છે.
રાજકોટથી વાયા સામખિયાળી,ભૂજ થઈને 307 કિ.મી.ના અંતરે, ભૂજથી 80 કિ.મી.ના અંતરે આવેલ ધોરડો એક નાનકડું ગામ છે પરંતુ, સાંસ્કૃતિક રીતે અને આતિથ્ય સત્કારનો સમૃધ્ધ વારસો ધરાવે છે.ત્યાંના રહેવાસીઓની ભરતગુંથણ,હસ્તકલા પણ અગ્રેસર રહી છે તો ઈ.સ. 2006થી ગામથી માંડ 1કિ.મી.ના અંતરે આવેલ સફેદ રણને લઈને ઈ.સ. 2006થી ત્યાં સરકાર દ્વારા રણોત્સવ ઉજવાય છે

જેનો ગત વર્ષ ઈ.સ. 2022-23 માં 2.42 લાખ પ્રવાસીઓએ લાભ લીધો હતો તેમ અત્રે સરકારી સૂત્રોએ જણાવ્યું છે.‘કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા’ પંક્તિને સાર્થક કરતું અને વિશ્વના દરેક પ્રવાસીઓને આકર્ષતું સફેદ રણ (White desert of Kutch) હંમેશા ખૂબ જ ચર્ચામાં રહે છે. અહીં દર વર્ષે અલગ અલગ થીમ પર રણોત્સવ યોજાય છે. આ વર્ષે 10 નવેમ્બર થી રણ ઉત્સવ શરૂ થશે . આ વર્ષે રણ ઉત્સવ અને ટેન્ટ સિટી માં ધોળવીરાનો રંગ આકર્ષણનું નવું કેન્દ્ર બનશે .

વિશ્વ ધરોહર ધોળાવીરાને લોકો જાણે અને સંસ્કૃતિ ને સમજે એ સાથે ધોળાવીરાનો સમાવેશ કરવામાં આવી રહ્યું છે.સફેદ રણ દેશ-વિદેશમાં પ્રખ્યાત થયું છે. દેશભરમાંથી તેમજ વિદેશથી પણ લોકો ખાસ રણોત્સવ માટે વિશેષ પ્રવાસીઓ કચ્છ આવે છે
રણોત્સવ કચ્છની સંસ્કૃતિ, સભ્યતા, હસ્તકળા અને પ્રવાસનના વિવિધ પાસાઓને ઉજાગર કરે છે. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રોજેકટને સરકાર દર વર્ષે પ્રવાસનને લઈને વેગ આપી રહી છે.ટેન્ટ સિટીના સંચાલકના કહ્યા મુજબ આ વર્ષના રણોત્સવ માટે અત્યારથી જ બુકિંગ શરૂ થઈ ગયું છે. દેશના દરેક ખૂણેથી પ્રવાસીઓ પોતાની બુકિંગ કરાવી રહ્યા છે. આ વખતે ટેન્ટ પણ અપગ્રેડ કરવામાં આવ્યા છે તો ટેન્ટ સિટીમાં ખાતે રોકાતા પ્રવાસીઓને કચ્છના વિવિધ સ્થળોના દર્શન કરાવવા માટે પણ ગત વર્ષ થી વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.