KSHATRIYA VOTE BANK : લોકસભા ચૂંટણીના પરિણામો સૌની સામે આવી ગયા છે, અલગ-અલગ પક્ષો પોતપોતાની રીતે પરિણામનું અવલોકન કરી રહ્યા છે, ભારતીય જનતા પાર્ટીને આ વખતે સીટોમાં મોટું નુકશાન થયું છે, આ નુકશાન પાછળ ઘણાબધા પરિબળો રહ્યા છે, આ પરિબળોમાં મોટું પરિબળ ભાજપના મૂળ વોટબેંક ગણાતા ક્ષત્રીય સમાજની નારાજગી પણ છે, ગુજરાત, રાજસ્થાન, અને ઉત્તરપ્રદેશમાં ક્ષત્રિયોના મોટી સંખ્યામાં વોટ છે, અને ક્ષત્રીય સમાજ ભાજપ પક્ષનો પહેલેથી વોટ બેંક રહ્યો છે, પરંતુ પાછલા ઘણા સમયથી ક્ષત્રિયોની નજરઅંદાજી ભાજપને મોંઘી પડી છે, તેવું ચિત્ર આ પરિણામો પરથી દેખાઈ રહ્યું છે.

KSHATRIYA VOTE BANK : ઉત્તર પ્રદેશમાં ક્ષત્રિયોની મજબુત વોટબેંક
KSHATRIYA VOTE BANK :ભાજપે આ લોકસભા ચૂંટણીમાં એકલા હાથે 240 બેઠકો જીતી છે, 2014- અને 2019 માં ભાજપને સ્પષ્ટ બહુમતી મળી હતી પરંતુ આ વખતે ભાજપને સ્પષ્ટ બહુમતી મળી નથી, ઉત્તરપ્રદેશમાં ભાજપને ન મળેલી બેઠકોએ મોદી સરકારનો રસ્તો ખુબ જ કઠીન બનાવી દીધો હતો. ભાજપને આ વખતે સૌથી મોટો ઝટકો ઉત્તર પ્રદેશથી લાગ્યો છે. અહીં ભાજપ પક્ષને માત્ર 33 બેઠક મળી છે. જેની સીધી અસર બહુમતીના આંકડા પર પડી છે. લોકસભા ચૂંટણી 2019માં ભાજપે યુપીમાં 62 બેઠક જીતી હતી, પરંતુ આ વખતે આ 29 બેઠકો ભાજપના હાથમાંથી સરકી ગઈ છે.

કહેવાય છે કે ઉત્તરપ્રદેશમાં ક્ષત્રિયોની સતત અવગણનાથી સમાજમાં અંદર ખાને રોષ જોવા મળી રહ્યો હતો, સરકાર રામ મંદિર આંદોલનનો શ્રેય ક્ષત્રિયો સિવાય અન્ય સમુદાયને આપી રહી હતી જેથી ક્ષત્રિયોમાં નારાજગી જોવા મળી હતી, આ સાથે રામ મંદિર ટ્રસ્ટમાં સમાજના એક પણ નેતાને સ્થાન ન હોવાને કારણે સમાજનો પક્ષમાંથી વિશ્વાસ ઉઠી ગયો હતો.
બીજીબાજુ ઉત્તરપ્રદેશમાં જયચંદ્ર ગહરવાર માટે કોઈ પણ તથ્ય વિના અપમાનજનક ટીપ્પણીનો ઉપયોગ કરીને ક્ષત્રિય સમાજનું અપમાન કરવું, રાજા માનસિંહ અને અન્ય ક્ષત્રિય રાજાઓ પર અપમાનજનક નિવેદન આપીને સમગ્ર સમાજની મજાક ઉડાવવી અને મંદિરોને બચાવવા અને ક્ષત્રિયોના યોગદાનને બદનામ કરવા અને કેટલાક રાજાઓને રાષ્ટ્રીય નાયક તરીકે પ્રોત્સાહન આપવાથી પણ સમાજમાં રોશની લાગણી જોવા મળી હતી.
KSHATRIYA VOTE BANK : રાજસ્થાનમાં ક્ષત્રિયોનું મોટું પ્રભુત્વ

KSHATRIYA VOTE BANK : ઉત્તરપ્રદેશ બાદ ભાજપને જો સૌથી મોટું નુકશાન થયું હોય તો તે રાજ્ય રાજસ્થાન છે, રાજસ્થાનમાં ભાજપે છેલ્લી બે ચૂંટણી 2014-2019 માં સતત ક્લીન સ્વીપ કર્યું હતું પણ આ વખતે ભાજપને રાજસ્થાનમાં પણ મોટું નુકશાન થયું હતું, રાજસ્થાનમાં ભાજપને થયેલા નુકસાનને લઈને અનેક પ્રકારના સવાલો ઊભા થઈ રહ્યા છે. એવી પણ ચર્ચાઓ છે કે ક્ષત્રિય સમાજના અસંતોષને કારણે ભાજપની બેઠકમાં ઘટડો થયો છે. સતત સમાજની અવગણના અને પાડોશી રાજ્ય ગુજરાતમાં મંત્રી રૂપાલાનું નિવેદન આગમાં ઘી હોમવાનું કામ કર્યું હતું.
KSHATRIYA VOTE BANK : ગુજરાતમાં સંખ્યાબળ નાનું પણ ક્ષત્રિયોએ કર્યું મોટું નુકશાન

ગુજરાત તો ભાજપની લેબોરેટરી ગણાય છે, અહી બધા જ ભાજપ એક્પરીમેન્ટ ટેસ્ટ કરી શકે છે, પરંતુ આ વખતે ગુજરાતની વસ્તીમાં નાની પણ સીધી વોટબેંક ગણાતા ક્ષત્રિયોના રોષનો ભાગ ભાજપ બન્યું હતું, રાજ્યમાં થઇ રહેલી ક્ષત્રિયોની સતત અવગણનાએ ઠંડી આગનું કામ કરી રહી હતી, વિધાનસભામાં, રાજ્યના મંત્રીમંડળમાં ક્ષત્રિયોની સતત અવગણનાથી સમાજમાં રોષને વ્યાપ્ત કરી દીધો હતો, અને આ ઠંડી આગમાં ફૂંક મારવાનું કામ મોદી સરકારના મંત્રી રૂપાલાએ કર્યું હતું, મંત્રી પુરોશોત્તમ રૂપાલાના નિવેદન બાદ એ આગ એટલી વ્યાપી કે વર્તમાન વડાપ્રધાન અને ગૃહમંત્રી ના હોમ રાજ્ય ગુજરાતના ગઢનો કાંકરો ખરી ગયો હતો, ગુજરાતમાં ભાજપ સતત કલીપ સ્વીપ કરતું આવ્યું હતું પરંતુ આ વખતે ભાજપનું અ સ્વપનું ભાગીને ભુક્કો કરી નાખ્યું હતું,
ક્ષત્રિય સમાજમાં ભાજપ સામેના અસંતોષને કારણે આ લોકસભા ચૂંટણીમાં પાર્ટીની સ્થિતિ વધુ ખરાબ થઈ હતી. આ અસંતોષની આગ ઘણાં સમયથી સળગી રહી હતી અને છેલ્લા બે-ત્રણ વર્ષોમાં ઘણાં વિવાદો દરમિયાન પક્ષ સામે સોશિયલ મીડિયાના ટ્રેન્ડ જોવા મળ્યા હતા. ભાજપના વરિષ્ઠ નેતા પરશોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળ્યો હતો.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો