Krishna Paksha : જેઠ મહિનાનો કૃષ્ણ પક્ષ 23 જૂનથી 5 જુલાઈ દરમિયાન આવે છે. જેઠ મહિનાના આ કૃષ્ણ પક્ષમાં 13 દિવસો છે. કૃષ્ણ પક્ષના આ પખવાડિયામાં જેઠ વદ એકમ અને જેઠ વદ તેરસનો ક્ષય થાય છે, જેના કારણે તે દિવસનું આ પખવાડિયું અશુભ માનવામાં આવે છે. 13 દિવસના આ પખવાડિયાને કારણે લોકોનો ક્ષય થાય, પ્રજાજનો મુશ્કેલીમાં મુકાય અને વિશ્વમાં ક્યાંય પણ યુદ્ધ જેવી કોઈ સ્થિતિનું નિર્માણ થાય છે.
Krishna Paksha : કૃષ્ણ પક્ષનું અશુભ પખવાડિયું
કૃષ્ણ પક્ષનું 13 દિવસનું પખવાડિયું મહાભારતના યુદ્ધ વખતે જોવા મળ્યું હતું. આ વર્ષે ફરી એકવાર આ પખવાડિયું આવી રહ્યું છે. વિવિધ પ્રકારની અશુભ અસરો 13 દિવસના આ પખવાડિયામાં જોવા મળી શકે છે.
Krishna Paksha : કેવી અસર જોવા મળશે

તેર દિવસના આ પખવાડિયા દરમિયાન વૈશ્વિક સ્તરે યુદ્ધ જેવી રાજકીય હિલચાલો જોવા મળી શકે છે. વર્તમાન સમયમાં મધ્ય પૂર્વમાં યુક્રેન અને રશિયા વચ્ચે લડાઈ ચાલી રહી છે. ચીન પણ તાઇવાનને સેના શક્તિથી ઘેરવાના પ્રયાસમાં છે. નાટોના દેશો રશિયાને અલગ રીતે સૈનિક શક્તિથી ઘેરવાની રણનીતિ બનાવી રહ્યા છે. તો રશિયા સમગ્ર નાટોના દેશોને પોતાની સૈન્ય શક્તિથી ભીસમાં લઈ રહ્યું છે. આવી પરિસ્થિતિમાં નાટોના દેશો અને રશિયા વચ્ચે યુદ્ધ થવાની શક્યતા પ્રબળ બની રહી છે.
Krishna Paksha : યુદ્ધ ફાટી નીકળવાની શક્યતા

ઉત્તર કોરિયા પણ દક્ષિણ કોરિયા સામે યુદ્ધની નવી રણનીતિ વિચારી રહ્યું છે. રશિયા અને અમેરિકાએ જાણે કે યુદ્ધની તૈયારી કરી લીધી હોય તે પ્રકારે રશિયાએ તેમની અણુ સબમરીન અમેરિકાની નજીક રવાના પણ કરી દીધી છે. તો અમેરિકાએ રશિયાની સરહદે નાટો દેશોના અણુ હથિયારો તૈયાર રાખ્યા છે. જેના કારણે 13 દિવસના આ પખવાડિયા દરમિયાન વૈશ્વિક સ્તરે કોઈ સૈનિક કાર્યવાહી કે યુદ્ધ ફાટી નીકળવાની શક્યતા પણ છે.
Krishna Paksha : મહાભારતનું યુદ્ધ અને પખવાડિયું

મહાભારતનું યુદ્ધ પણ કૃષ્ણ પક્ષના 13 દિવસના પખવાડિયા દરમિયાન થયું હતું. એ જોતા આપણી દેશની સરહદ પાસે કોઈ સૈનિક હિલચાલ અથવા તો આતંકવાદી હુમલાની શક્યતા આ પખવાડિયા દરમિયાન ઊભી થઈ શકે છે. ભારતની સરહદે આ દિવસો દરમિયાન પૂરી સાવધાની રાખવી જોઈએ,
Krishna Paksha : ઇતિહાસના કેટલાક બનાવ

વર્ષ 1999માં કૃષ્ણ પક્ષ 13 દિવસનો હતો, આ સમયે કારગિલ યુદ્ધ થયું હતું. વર્ષ 1937 અને 1962 માં પણ 13 દિવસનો કૃષ્ણ પક્ષ હતો, 1962 માં ચીન સાથેની લડાઈ થઈ હતી. વર્ષ 2021 8 સપ્ટેમ્બરથી 20 સપ્ટેમ્બર દરમિયાન બીજ અને તેરસનો ક્ષય હોવાથી તેર દિવસનું પખવાડિયું હતું. આ સમય દરમિયાન લાખો લોકોને કોરોના જેવો વાઇરસ ભરખી ગયો હતો.
Krishna Paksha : માનવજાત માટે કઠિન સમય
બીજી તરફ 1937 માં 13 દિવસમાં આ પખવાડિયા દરમિયાન ચાઇનામાં વિનાશકારી ભૂકંપ આવ્યો હતો. જેને કારણે પણ અનેક લોકોના જીવ ગયા હતા. જ્યોતિષશાસ્ત્ર મુજબ કૃષ્ણ પક્ષના 13 દિવસના પખવાડિયાને જગત સંહારક તરીકે પણ માનવામાં આવે છે. જેથી 23 જૂનથી શરૂ થઈ રહેલ કૃષ્ણ પક્ષનું આ પખવાડીયું માનવ જાત માટે ખૂબ જ કઠિન હોવાનું જ્યોતિષાચાર્ય માને છે.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો .