Korean Culture: ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં થયેલી ત્રણ નાબાલિક બહેનોની સામૂહિક આત્મહત્યાની ઘટના માત્ર એક પરિવારની ટ્રેજેડી નથી, પરંતુ બદલાતી પેઢી, ડિજિટલ વ્યસન અને ઓળખના સંકટ પર ગંભીર સવાલ ઊભા કરે છે. 3 અને 4 ફેબ્રુઆરીની રાત્રે ભારત સિટી સોસાયટીમાં 16, 14 અને 12 વર્ષની ત્રણ બહેનોએ પોતાના એપાર્ટમેન્ટના નવમા માળેથી કૂદીને આત્મહત્યા કરી લીધી. ઘરમાંથી મળેલી સુસાઈડ નોટમાં લખ્યું હતું – “આ ડાયરીમાં જે લખ્યું છે તે બધું સાચું છે… સોરી પપ્પા.”
પોલીસ તપાસમાં ખુલ્યું કે ત્રણેય બહેનો કોરિયન કલ્ચરથી અત્યંત પ્રભાવિત હતી. તેઓ કોરિયન મ્યુઝિક, ડ્રામા અને ઓનલાઈન ગેમ્સમાં એટલી ડૂબી ગઈ હતી કે પોતાને ભારતીય નહીં પરંતુ કોરિયન માનવા લાગી હતી. તેમણે પોતાના નામ બદલ્યા, કોરિયન ભાષામાં વાત કરવા લાગી અને કોરિયન જીવનશૈલીને જ પોતાની ઓળખ બનાવી લીધી હતી.

Korean Culture: કોરિયન કલ્ચર આખરે શું છે?
કોરિયન કલ્ચર માત્ર મનોરંજન પૂરતું નથી. તે એક સંપૂર્ણ લાઈફસ્ટાઈલ છે, જેમાં K-Pop, K-Drama, ફિલ્મો, ફૂડ, ફેશન, ભાષા અને ડિજિટલ કલ્ચરનો સમાવેશ થાય છે. વિશ્વભરમાં તેની લોકપ્રિયતાને “હલ્લ્યુ” અથવા “કોરિયન વેવ” તરીકે ઓળખવામાં આવે છે. 1990 બાદ દક્ષિણ કોરિયાએ પોતાની સંસ્કૃતિને વૈશ્વિક સ્તરે પ્રસારિત કરવા માટે મ્યુઝિક અને એન્ટરટેઈનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં ભારે રોકાણ કર્યું. BTS, BLACKPINK, Squid Game અને Parasite જેવી રચનાઓએ કોરિયન કલ્ચરને દુનિયાભરમાં પહોંચાડ્યું.
Korean Culture: ભારતમાં કોરિયન કલ્ચર કેમ લોકપ્રિય બન્યું?
ભારતમાં કોરિયન કલ્ચરની શરૂઆત ઉત્તરપૂર્વ રાજ્યોમાંથી થઈ હતી, પરંતુ OTT પ્લેટફોર્મ અને સોશિયલ મીડિયાના કારણે તેનો વ્યાપ દેશભરમાં ફેલાયો. નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઈમ અને યુટ્યુબ પર સરળતાથી ઉપલબ્ધ K-ડ્રામા અને ફિલ્મોએ યુવાનોને આકર્ષ્યા. સાથે જ K-Pop બેન્ડ્સના સક્રિય ફેનબેઝે સોશિયલ મીડિયા પર આ કલ્ચરને સતત પ્રચાર આપ્યો.

Korean Culture: યુવાનો ખાસ કરીને Gen-Z કેમ આટલા આકર્ષાય છે?
વિશેષજ્ઞો અનુસાર, કોરિયન કલ્ચર યુવાનોને ચાર મુખ્ય રીતે આકર્ષે છે.
પ્રથમ, કોરિયન ડ્રામા અને સંગીત ભાવનાત્મક રીતે જોડે છે. તેમાં દર્શાવાતો ધીમો, શુદ્ધ અને આદર્શ રોમાંસ યુવાનોને કાલ્પનિક દુનિયામાં લઈ જાય છે.
બીજું, કોરિયન ભાષા મીઠી અને આકર્ષક લાગે છે. ઘણા યુવાનો ડબિંગ વગર મૂળ ભાષામાં જ કન્ટેન્ટ જોવાનું પસંદ કરે છે.
ત્રીજું, કોરિયન ફેશન અને “ગ્લાસ સ્કિન” ટ્રેન્ડે યુવાનોમાં નવી સ્ટાઈલ અને બ્યૂટી કલ્ચર ઊભી કરી છે.
ચોથું, પરિવાર સાથે રહેવાની સંસ્કૃતિ અને ખોરાકને મળતું મહત્વ ભારતીય સંસ્કૃતિ જેવી લાગણી આપે છે.

Korean Culture: ત્રણ બહેનોની આત્મહત્યા પાછળનું કારણ શું?
પોલીસ અને મનોવિજ્ઞાનીઓના કહેવા મુજબ, આ ઘટના એક જ કારણથી બની નથી. ત્રણેય બહેનો લાંબા સમયથી સ્કૂલ અને સામાજિક જીવનથી કટ થઈ ગઈ હતી. મોબાઈલ અને ઓનલાઈન દુનિયા જ તેમનો આખો વિશ્વ બની ગયો હતો. ઘરમાં આર્થિક તણાવ, પરિવારિક ઝઘડા અને મોબાઈલ છીનવાઈ જવાથી તેમને લાગ્યું કે તેમની ઓળખ છીનવાઈ ગઈ છે. સુસાઈડ નોટમાં તેમણે સ્પષ્ટ લખ્યું હતું કે કોરિયન કલ્ચર અને K-Pop જ તેમનું જીવન છે.
Korean Culture: સામૂહિક આત્મહત્યા કેમ?
મનોવિજ્ઞાની ડૉ. રોમાના જણાવે છે કે જ્યારે બાળકો વર્ષો સુધી એકસરખા તણાવ અને એકલતામાં રહે છે, ત્યારે તેમની વિચારધારા એકબીજા સાથે સંપૂર્ણ રીતે જોડાઈ જાય છે. આવી સ્થિતિમાં દુઃખ અને હતાશા સામૂહિક નિર્ણય તરફ દોરી શકે છે.

Korean Culture: સમાજ માટે ચેતવણી
આ ઘટના કોરિયન કલ્ચર સામે નથી, પરંતુ કોઈપણ કલ્ચર પ્રત્યેની અતિશય દિવાનગી સામે ચેતવણી છે. બાળકો સાથે ખુલ્લો સંવાદ, ડિજિટલ નિયંત્રણ અને સમયસર માનસિક કાઉન્સેલિંગ જરૂરી છે. ઓળખ અને કલ્ચર વચ્ચે સંતુલન ન રહે, ત્યારે પરિણામ કેટલું ભયાનક બની શકે છે, તેનું આ ઘટના જીવતું ઉદાહરણ છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો
Double Weather Impact: ગુજરાતમાં ઠંડી–ગરમીનો ડબલ ડોઝ, રાત્રે હાડ થીજવતી ઠંડી, દિવસે ગરમીનો અહેસાસ




