કોળી સમાજમાં રોષ ભાજપના નવા પ્રદેશ પ્રમુખની નિમણૂક બાદ પક્ષ બદલવામાં આગે ચૂક #kodisamaj #saurastra #rajkot #kolisamaj #bjp #gujarat

0
136

કોળી સમાજમાં રોષ #kodisamaj #saurastra #rajkot #kolisamaj #bjp #gujarat – પ્રદેશ ભાજપના નવા પ્રમુખની નિમણૂક બાદ રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ચુવાળીયા કોળી સમાજમાં રોષની લાગણી જોવા મળી રહી છે. સમાજની અવગણનાના મુદ્દે આજે રાજકોટ ખાતે સમાજના આગેવાનોની એક મહત્વની બેઠક બોલાવવામાં આવી હતી.

પ્રદેશ ભાજપ પ્રમુખની નિમણૂક બાદ કોળી સમાજમાં રોષ

બેઠકમાં રાજકોટની ૪ વિધાનસભા બેઠકો, તેમજ મોરબી અને વાંકાનેરની મળીને કુલ ૬ વિધાનસભા બેઠકોના આગેવાનો હાજર રહ્યા હતા. ચુવાળીયા કોળી સમાજના આગેવાન રણછોડ ઉધરેજીયાએ ગંભીર નિવેદન આપતા જણાવ્યું કે, “અમે ૪૦ વર્ષથી ભાજપ સાથે સંકળાયેલા છીએ, તેમ છતાં અમને કોઈપણ સારું પદ આપવામાં આવ્યું નથી. ભાજપમાં ઓબીસી સમાજના પ્રદેશ પ્રમુખની નિમણૂક કરવામાં આવી.

Rajkot Saurastra કોળી સમાજમાં રોષ ભાજપના નવા પ્રદેશ પ્રમુખની નિમણૂક બાદ પક્ષ બદલવામાં આગે ચૂક #kodisamaj #saurastra #rajkot #kolisamaj #bjp #gujarat

પ્રદેશ ભાજપ પ્રમુખની નિમણૂક બાદ કોળી સમાજમાં રોષ

પરંતુ OBCમાં સૌથી વધારે વસ્તી કોળી સમાજની છે. જ્યાં અમારી વસ્તી સૌથી વધુ છે ત્યાં પણ અમને ટિકિટ આપવામાં આવતી નથી.” ભાજપથી નારાજગી વચ્ચે કોળી સમાજે અન્ય પક્ષો સાથે વાતચીત શરૂ કર્યાનું પણ સામે આવ્યું છે.

૬ વિધાનસભા બેઠકના આગેવાનો બેઠકમાં રહ્યા હાજર

રણછોડ ઉધરેજીયાએ જણાવ્યું  કે, “અમે થોડા દિવસો પહેલાં કોંગ્રેસના ભરતસિંહ સોલંકી સાથે બેઠક કરી છે.” આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અને કોર્પોરેશનની ચૂંટણીમાં અમારા સમાજને વધુ ટિકિટો આપવામાં આવે.

132132 1

Rajkot Saurastra kodi samaj,કોળી સમાજમાં રોષ,ભાજપના નવા પ્રદેશ પ્રમુખની નિમણૂક,પક્ષ બદલવામાં આગે ચૂક,kodisamaj,saurastra,rajkot,kolisamaj,bjp,gujarat,

ભાજપ સાથે ૪૦ વર્ષના જોડાણ છતાં પદ નહીં: કોળી સમાજ

જોકે, તેમણે સ્પષ્ટતા કરી હતી કે આ બેઠક મંત્રીમંડળમાં સ્થાન વધારવા માટેની કોઈ ‘પ્રેશર ટેકનિક’ નથી અને આ કોઈ એક વ્યક્તિ માટેની માંગ પણ નથી. કોળી સમાજે ભાજપને સીધી ચીમકી ઉચ્ચારતા જણાવ્યું હતું કે, “જો અમારી માંગ નહીં સ્વીકારવામાં આવે તો આગામી દિવસોમાં દોઢ લાખ લોકો સાથે અમે યોગ્ય લાગે તેવા પક્ષમાં જોડાઈશું.”

આગામી દિવસોમાં દોઢ લાખ લોકો અન્ય પક્ષમાં જોડાશે

હિન્દીમાં સમાચાર જોવા માટે વી.આર.ન્યુઝ લાઇવ પર અહિયાં ક્લિક કરીને વિઝીટ કરો

ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરો

યુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે