કૈલાસ માનસરોવર યાત્રા માટે હવે રુ50 હજારની મળશે સહાય
અગાઉ અપાતા 23 હજારની સામે સહાય વધારીને રુ 50 હજાર કરાઇ
કૈલાસ માન સરોવરની યાત્રાએ જતા ગુજરાતના યાત્રિકોને રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતી પ્રોત્સાહક સહાયની રકમમાં વધારો કરવાનો મહત્વપૂર્ણ ગુજરાત સરકારે કર્યો છે,મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સરકારે કરેલા આ યાત્રી સુવિધાલક્ષી નિર્ણયથી ગુજરાતીઓને લાભ થશે, અત્યાર સુધી કૈલાસ માન સરોવરની યાત્રાએ જનારા ગુજરાતના યાત્રિકોને યાત્રાળુ દીઠ અગાઉ અપાતી રૂપીયા ૨૩ હજારની પ્રોત્સાહક સહાય આપવામાં આવતી હતી, જે હવે વધારો કરીને યાત્રાળુ દીઠ રૂ. ૫૦ હજાર સહાય અપાશે,ગુજરાતમાંથી દર વરસે સંખ્યાબદ્ધ યાત્રાળુઓ કૌલાશ માનસરોવર જાય છે
વધુ સમાચારો માટે જોતા રહો વીઆર લાઇવ ન્યૂઝ