KK : ગુજરાતના ચાર ચાર મુખ્યમંત્રી સાથે કામ કરેલા તત્કાલિન અગ્ર સચિવ કે. કૈલાશનાથનની વિદાય

0
110
KK
KK

KK :  મુખ્યમંત્રી કાર્યાલયમાં લગભગ બે દાયકા વિતાવનારા અધિકારી કે. કૈલાસનાથનને વિદાય આપવામાં આવી છે. તેમનું 30 જૂનના રોજ એક્સટેન્શન અને 6 મહિનાનો કાર્યકાળ પૂર્ણ થઈ ગયો છે. હાલ તેઓ મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ તરીકે ફરજ બજાવી રહ્યા હતા. તેમની સેવાના અંતિમ દિવસ પહેલાં જ વિદાય માન આપવામાં આવ્યું છે

1 230

KK : ગુજરાતના મુખ્યમંત્રીના અગ્ર સચિવ કે. કૈલાશનાથનનો છ માસનો કાર્યકાળ આવતીકાલે પૂરો થઈ રહ્યો છે. હાલ તેમને કોઈ એકસ્ટેન્શન અપાયું નથી. તેઓ વર્ષ 2013માં વય મર્યાદાના કારણે નિવૃત થયા હતા.પરંતુ ત્યારબાદ તેમણે સતત 11 વર્ષ સુધી ગુજરાતના વહીવટી તંત્રને કરાર આધારિત સેવા આપી હતી. આવતીકાલે ફરી તેમનો કાર્યકાળ પૂરો થઇ રહ્યો છે ત્યારે અંતિમ દિવસ પહેલાં રાજ્ય સરકાર તરફથી તેમને વિદાય અપાઈ છે.તેમને કેન્દ્રમાં મોટી જવાબદારી મળવાની શક્યતા છે. તેમને કોઇ સ્ટેટમાં રાજ્યપાલ અથવા તો PMOમાં નિમણૂક અપાઈ શકે છે.

KK : ચાર મુખ્યમંત્રીઓ સાથે કે કૈલાશનાથને કામ કર્યું છે

92


KK : ગુજરાત કેડરના 1979 બેચના IAS અધિકારી કે. કૈલાસનાથન CMOમાં 2009થી ફરજ પર હતાં. તેઓ 2013માં મુખ્યમંત્રી કાર્યાલયમાં અધિક મુખ્ય સચિવ તરીકે નિવૃત્ત થયા હતા.30મી જૂનના રોજ કૈલાસનાથનને અપાયેલા એક્સસ્ટેશનનો છેલ્લો દિવસ છે. આવતીકાલે તેમની ફરજનો છેલ્લો દિવસ છે. કે કૈલાશનાથનના સમયમાં ગુજરાતમાં અત્યાર સુધી ચાર મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, આનંદીબેન પટેલ, વિજય રૂપાણી અને ભૂપેન્દ્ર પટેલના નામનો સમાવેશ થાય છે.

KK : વર્ષોથી ગુજરાતના સૌથી પાવરફૂલ અધિકારી રહ્યા


KK : ગુજરાતના રાજકારણ અને અધિકારી લોબીમાં કે. કૈલાશનાથનનો ઉલ્લેખ KK તરીકે થાય છે. 69 વર્ષીય કે. કૈલાશનાથન વર્ષોથી ગુજરાતના સૌથી પાવરફૂલ અધિકારી રહ્યા છે.કૈલાશનાથને સિવિલ સર્વિસમાં પસંદગી બાદ 1981માં આસિસ્ટન્ટ કલેક્ટર જુનિયર ટાઈમ સ્કેલ તરીકે કારકિર્દી શરૂ કરી હતી. 1985 માં કૈલાશનાથન પહેલાં સુરેન્દ્ર નગર અને પછી 1987માં સુરતના કલેક્ટર બન્યા. તેમને ગુજરાત મેરીટાઇમ બોર્ડના CEOની જવાબદારી મળી. શહેરી વિસ્તરણમાં તેમને 1999 થી 2001 દરમિયાન અમદાવાદના કોર્પોરેશન કમિશનર તરીકે કામ કરવાની તક પણ મળી. તેમને શહેરી વિભાગમાં પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતાં.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો .