મણિપુરમાં સ્થિતિ વણસી છે.10 હજાર જેટલા સુરક્ષાદળોના જવાન તૈના કરી દેવામાં આવ્યાં છે. અત્યાર સુધી 54 લોકોએ હિંસામાં જીવ ગમાવ્યા છે.કેન્દ્રીય કાયદા મંત્રી કિરણ રિજ્જુએ મણિપુરમાં થયેલી હિંસા અંગે પ્રતિક્રિયા આપી છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે ભારત સરકાર રાજ્યના હિંસાગ્રસ્ત જિલ્લાઓમાં વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવા માટે તમામ જરૂરી પગલાં લઈ રહી છે. જો કે હવે ત્યાં સ્થિતિ ધીમે ધીમે સુધરી રહી છે. કેન્દ્રીય મંત્રી રિજિજુ પોતે રાજ્યની સ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને તમામ જરૂરી પગલાં લઈ રહ્યા છે. તેમણે કહ્યું કે બે સમુદાયો વચ્ચે સાંપ્રદાયિક હિંસા એ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે. ઘણા લોકોના જીવ ગયા છે અને સંપત્તિને નુકસાન થયું છે.વીઆરલાઇવ ન્યુઝ, વધુ સમાચારો માટે જોતા રહો અમારી વેબસાઇટ