મહાઠગ કિરણ પટેલને શુક્રવારે રાત્રે અમદાવાદ લાવવમાં આવ્યો હતો. જમ્મુ કાશ્મીરના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની સૂચના બાદ તેને ગુજરાત પોલીસને સોંપી દેવાયો હતો.કિરણ પટેલની ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરવામાં આવી હતી. પૂર્વ મંત્રીના ભાઈનો બંગ્લો પચાવી પાડવાના કેસમાં કિરણ પટેલને અમદાવાદ લાવવામાં આવ્યો છે. 36 થી 40 કલાકની લાંબી મુસાફરી બાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ તેને અમદાવાદ લાવી છે. ક્રાઇમ બ્રાન્ચની કસ્ટડીમાં કિરણ પટેલની પૂછપરછ થશે. ક્રાઈમ બ્રાન્ચ દ્વાર પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી જેમાં મહાઠગની કાશ્મીરમાં ટ્રાન્સફર વોરંટથી કરાયેલી ધરપકડ અને અમદાવાદ લાવ્યા એ અંગે માહિતી આપવામાં આવી હતી.