કંબોડિયાના રાજા સિહામોની ભારતની ત્રણ દિવસની મુલાકાતે

0
43

કંબોડિયાના રાજાની લગભગ છ દાયકા પછી ભારતની મુલાકાત

કંબોડિયાના રાજા નોરોડોમ સિહામોની 29 મે સોમવારથી ભારતની ત્રણ દિવસીય મુલાકાતે આવી પહોંચ્યા છે. વિદેશ રાજ્ય મંત્રી રાજકુમાર રંજન સિંહે તેમનું સ્વાગત કર્યું હતું . આ મુલાકાત દરમિયાન ભારત અને કંબોડિયા વચ્ચેના રાજદ્વારી સંબંધોની 70મી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવશે. અહી ઉલ્લેખનીય છેકે કંબોડિયાના રાજાની લગભગ છ દાયકા પછી ભારતની મુલાકાત છે

આપને જણાવી દઈએ કે કંબોડિયામાં 90 ટકા વસ્તી વંશીય ખ્મેર છે. અને થરવાડા બુદ્ધ ધર્મના અનુઆયી છે. અંગારકોટવાટ દુનિયાનું સૌથી મોટું હિંદુ મંદિર પણ કંબોડિયામાં આવેલું છે અને લાખો પ્રવાસીઓ આ ઐતિહાસિક સ્મારકની મુલાકાતે પણ જતા હોય છે. જે યુનેસ્કો દ્વારા રક્ષિત કરવામાં આવ્યું છે.

વધુ માહિતી માટે જોતા રહો વી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ