ખેડૂતોના ખેતીના પાકને મોટુ નુક્શાન #farmer #kheti #mavthu #amreli #dungali #khetar

0
86

ખેડૂતોના ખેતીના પાકને મોટુ નુક્શાન #farmer #kheti #mavthu #amreli #dungali #khetar – કમોસમી વરસાદે ખેડૂતોની હાલત નાઝુક બનાવી છે. ખાસ કરીને ડુંગળીના પાકને તો ભારે નુકસાન પહોંચ્યું છે. અમરેલી જિલ્લામાં ખેડૂતોની મહેનત પાણીમાં ભળી ગઈ છે. ખેડૂતોએ આશાથી વાવેલી ડુંગળી ને હવે ઘાસ ખેતરમાં ફેરવી નાખવાની નોબત આવી છે.

અમરેલી: કમોસમી વરસાદને કારણે ખેતીના પાકને મોટુ નુક્શાન

આ દૃશ્યો છે અમરેલી જિલ્લાના, જ્યાં કમોસમી વરસાદે ખેડૂતોની આશાઓ પર પાણી ફેરવી દીધું છે. આ વર્ષે સારા ભાવની આશાએ ખેડૂતોએ ડુંગળીનું વાવેતર મોટા પ્રમાણમાં કર્યું હતું. પણ વરસાદે પાકને સડી નાંખ્યો છે અને હવે બજારમાં ભાવ પણ ભાંગી પડ્યા છે.

ડુંગળીના પાકને મોટા પાયે નુક્શાન થતા ખેતરમાં વેરી નાખી

હાલમાં બજારમાં ડુંગળીના 80 થી 90 રૂપિયા ભાવ મળી રહ્યા છે, પણ આ ભાવ પણ ખર્ચ પણ ન કાપે એવી સ્થિતિ છે. એક બોરીના 30 રૂપિયા ભાડું, 32 રૂપિયા બારદાન, અને મજૂરીનો ખર્ચ કાઢ્યા પછી ખેડૂતોને ખોટ જ વેઠવી પડે છે.

પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતો ખેતરી વેરી નાખવા મજબૂર બન્યા  

આ સ્થિતિએ કંટાળીને કેટલાક ખેડૂતોએ તો પોતાના ખેતરમાં જ ડુંગળીના ઢગલાં પર ટ્રેક્ટર ફેરવી નાખ્યા છે. આ માત્ર પાકનું નહીં, પરંતુ એ ખેડૂતના સપનાનું વિખંડન છે. સવાલ એ છે કે આવા સમયે સરકાર ખેડૂતો માટે કઈ તાત્કાલિક મદદરૂપ થાય.

ખેડૂત છે તો દેશમાં અન્ન છે. હવે જોવાનું એ છે કે આ દુઃખદ સંજોગોમાં સરકાર કઈ રીતે મદદ કરે છે.

ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરો

યુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે