ગુજરાતમાં ખેડૂતોએ ખરીફ પાકોના વાવેતરની શરૂઆત કરી લીધી છે. ત્યારે અત્યાર સુધીમાં 12.54 ટકા ખરીફ પાક નું વાવેતર કરવામાં આવ્યું છે. ખરીફ પાકના વાવતેરમાં કપાસના પાકનું વાવેતર વધ્યું છે. કપાસના પાકનું વાવેતર 29.21 ટકા થયું છે. તો મગફળીના પાકનું વાવેતર ઘટ્યું છે. મગફળીના પાકનું વાવેતર 16.05 ટકા થયું છે. વરસાદના કારણે ડાંગર, બાજરી, મકાઇ જેવા ધાન્યનું વાવેતર ઓછું થયું છે.
12 જૂન સુધી ૨,૬૨,૩૦૦ હેક્ટરમાં પાકનું વાવેતર થયું છે.
વરસાદની સીઝનની શરૂઆત પહેલા જ ખેડૂતો ખુશી-ખુશી પાકના વાવેતરની શરૂઆત કરી લીધી છે. કપાસનું વાવેતર 1,73,800 હેકટરમાં અને મગફળીનું વાવેતર 65,100 હેકટરમાં થયું છે. આ બન્ને પાકનું કુલ વાવેતર 2,38,900 હેકટર થાય છે જે રાજ્યના ખરીફ પાકના કુલ વાવેતરના 91.08 ટકા થાય છે.
ગાંધીનગર જિલ્લામાં ખરીફ પાકની છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ 1.30 લાખ હેક્ટર વિસ્તારની છે. દરમિયાન આગોતરા વરસાદના કારણે જમીનમાં ભેજનું પ્રમાણ વધતાં પાકને ફાયદાકારક રહેવાની ગણતરીએ ખેડૂતો દ્વારા વાવેતરનો ધમધમાટ શરૂ કરી દેવાયો છે અને કપાસના પાકની 10,60 હેક્ટરથી વધુ વિસ્તારમાં વાવાણી કરવા સાથે ખેડૂતો દ્વારા અત્યાર સુધીમાં સરેરાશની સામે 16 ટકા વિસ્તારમાં વિવિધ પાકનું વાવેતર કરી દેવાયું છે.
યુ ટ્યુબ પર મેળવો સમાચારની અપડેટ