ભગવાન વિષ્ણુ ને પણ પ્રિય તુલસી
તુલસી ની પૂજા નું છે વિશેષ મહત્વ
હિંદુ ધર્મ માં તુલસી નું વિશેષ મહત્વ માનવા માં આવે છે.તુલસી ને પવિત્ર છોડ માનવા માં આવે છે.તુલસી ના છોડ ને લઇ ને અલગ અલગ માન્યતાઓ પણ જોવા મળે છે.ખાસ કરી ને એવું પણ માનવા માં આવે છે કે જે ઘર માં તુલસી નો વાસ હોય ત્યાં લક્ષ્મી નો વાસ હોય છે.ખાસ કરી ને કોઈ પણ ભગવાન ની પૂજા હોય કે ભોગ લગાવાના હોય તુલસી હંમેશા મુકવા માં આવે છે.તુલસી ને લક્ષ્મી અને શાંતિ નું જ એક બીજું સ્વરૂપ માનવા માં આવે છે.હિંદુ ધર્મ મુજબ જોવામાં આવે તો તુલસી ને એક લક્ષ્મી માની ને જ તેની પૂજા કરાય છે અને તેના તુલસી વિવાહ પણ કરવા માં આવે છે.વિષ્ણુ પુરાણ માં પણ તુલસી ને વિશેષ મહત્વ આપવા માં આવ્યું છે.અને એવું પણ માનવા માં આવે છે કે જો કોઈ વ્યક્તિ મૃત્યુ પામે અને તેને તુલસી ના છોડ પાસે સુવડાવા માં આવે અને તુલસી નું પાન એના મોમાં મુકવા માં આવે તો તે વ્યક્તિ ને સ્વર્ગલોક માં સ્થાન મળે છે.અને તેને દાનવો દ્વારા આપવા માં આવતું કષ્ટ પણ ભોગવવું પડતું નથી.આમ તુલસી નું વિશેષ મહત્વ પણ જણાવા માં આવ્યું છે.હિંદુ ધર્મ માં દરેક ઘરો માં તુલસી નો છોડ અચૂક જોવા મળે છે.ખાસ કરી ને તુલસી નો પ્લાન્ટ લગાવ માટે અગ્યારસ અને પૂનમ ના દિવસે આ પ્લાન્ટ ને ઉગાડવો ખુબજ શુભ પણ માનવા માં આવે છે.