Karuna Abhiyan : આજે ઉત્તરાયણ પર્વની અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. લોકો 14 અને 15 એમ બે દિવસ ઉત્તરાયણની મોજ માણે છે. ત્યારે ઉત્તરાયણમાં પતંગની દોરીને કારણે અનેક પક્ષીઓ ઘાયલ થઈ પોતાનો જીવ ગુમાવતાં હોય છે, આથી તેમની સારવાર અર્થે દર વર્ષે કરુણા અભિયાન યોજાય છે. આ વર્ષે પણ 10થી 20 જાન્યુઆરી દરમિયાન કરુણા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. આપ રાજ્યભરમાં કોઈ પણ જગ્યાએ ઘાયલ પક્ષીઓ જોવો તો આ નંબર પર કોલ કરીને તમે અબોલ પક્ષીનો જીવ બચાવી શકો છો.

Karuna Abhiyan : હેલ્પલાઇન નંબર પણ કરો જાણ
આજે રાજ્યભરમાં ઉત્તરાયણની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. પરંતુ આ ઉજવણીમાં એક વાતનું ખૂબ ધ્યાન રાખવું જરૂરી છે. અબોલ પક્ષીના જીવનું પણ આપણે રક્ષણ કરવાનું છે. જે માટે રાજ્ય સરકાર દ્વારા કરુણા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. આ કરુણા અભિયાન સમગ્ર રાજ્યમાં કાર્યરત છે. રાજ્યભરમાં ચાલતા કરુણા અભિયાન અંતર્ગત આ વર્ષે 488 સારવાર કેન્દ્ર અને 459 કલેક્શન સેન્ટર તૈયાર કરવામાં આવ્યાં છે. આ ઉપરાંત વન વિભાગ અને પશુપાલન વિભાગ દ્વારા હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે, જેમાં વન વિભાગ દ્વારા 1926 અને પશુપાલન વિભાગ દ્વારા 1962 હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત નાગરિકોને જો કોઈ ઘાયલ પક્ષી કે પશુ દેખાય તો 8320002000 નંબર પર કોલ કરીને એ બાબતે જાણકારી આપી શકે છે.

Karuna Abhiyan : 2017થી કરુણા અભિયાનની શરૂઆત
વર્ષ 2017થી કરુણા અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી, જે દર વર્ષે 10થી 20 જાન્યુઆરી સુધી ચાલે છે. એમાં 10 દિવસ દરમિયાન અનેક ઘાયલ પશુ-પક્ષીઓની સારવાર કરવામાં આવે છે. વર્ષ 2017થી શરૂ થયેલા કરુણા અભિયાનમાં અત્યારસુધીમાં 85,000થી વધુ પક્ષીઓને સારવાર આપવામાં આવી છે, જેમાંથી 75,000 કરતાં વધુ પક્ષીઓન જીવ બચાવી લેવામાં આવ્યો છે.
Karuna Abhiyan : 20થી વધુ કેમ્પ શરૂ કરવામાં આવ્યા

ઉત્તરાયણનું પર્વ સૌકોઈ માટે છે, પરંતુ ખરેખર જેનું આકાશ છે એ દોરીને કારણે ઘાયલ થતાં હોય છે. પક્ષીઓ ઉત્તરાયણના તહેવાર દરમિયાન સૌથી વધુ હેરાન થતાં હોય છે, આથી ઘાયલ પક્ષીઓને ઝડપથી સારવાર મળી રહે એ હેતુથી કરુણા અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. સરકાર દ્વારા વાઇલ્ડલાઇફ કેર સેન્ટર ખાતે કરુણા અભિયાનની શરૂઆત થઈ છે. આ ઉપરાંત શહેરના અનેક જીવદયાપ્રેમીઓ દ્વારા પણ આ પ્રકારે સેવાનું કાર્ય થાય છે. શહેરને જીવદયાપ્રેમીઓ દ્વારા પણ અનેક કેમ્પ શરૂ કરવામાં આવ્યા છે. ફક્ત અમદાવાદ શહેરમાં જ 20થી વધુ કેમ્પ શરૂ કરવામાં આવ્યા છે, જ્યાં ઘાયલ પક્ષીઓની સારવાર કરવામાં આવશે.
તમે આ પણ વાંચી શકો છો