Karnavati Club: ખાદ્યપદાર્થોના ભાવમાં વધારો અને જીમના ચાર્જ સહિત વિવિધ એક્ટિવિટી ચાર્જીસના સભ્યોના વ્યાપક વિરોધને પગલે કર્ણાવતી ક્લબના મેનેજમેન્ટે ચાર્જીસ 50% નો વધારો પાછો ખેંચી લીધો છે. સુધારેલા દરો ગયા સપ્તાહથી અમલમાં આવ્યા હતા.
ગત જૂનમાં, ક્લબ (Karnavati Club) પરિસરની આસપાસ ફી વધારાની જાહેરાત કરતા સાઈનબોર્ડ જોઈને સભ્યોને આશ્ચર્ય થયું હતું. ફૂડ લગભગ 25 ટકા મોંઘો થયો છે, જ્યારે જીમ ચાર્જ બમણા કરતા પણ વધુ છે. સભ્યો દાવો કરે છે કે તેમની સાથે અગાઉથી કોઈ સલાહ-સૂચન લેવામાં આવ્યા ન હતા અને ક્લબના અધિકારીઓએ આ ભાવ વધારાને એકપક્ષીય રીતે લાગુ કરવાનું નક્કી કર્યું.
Karnavati Club: ચાર્જીસમાં વધારો
જિમ્નેશિયમ ફી, જે વધારીને વાર્ષિક રૂ. 33,900 કરવામાં આવી હતી (યોગ અને એરોબિક્સ સહિત), તે હવે ઘટાડીને વ્યક્તિદીઢ રૂ. 15,000 અને યુગલો માટે રૂ. 30,000 કરવામાં આવી છે. તેવી જ રીતે વાર્ષિક યોગ ફી- જે અગાઉ 5,400 રૂપિયા હતી, તે ઘટાડીને 3,000 રૂપિયા કરવામાં આવી છે. એરોબિક્સ માટેની ફી- જે અગાઉ 13,500 રૂપિયા પ્રતિ વર્ષ હતી, તે હવે ઘટાડીને 6,000 રૂપિયા કરવામાં આવી છે.
હેલ્થ ક્લબની ફીમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે અને હવે તે 15,000 રૂપિયાને બદલે 6,000 રૂપિયા થશે. હવે યોગ અને એરોબિક્સની સંયુક્ત ફી રૂ. 7,000 છે. સ્વિમિંગ પૂલની ફી, જે અગાઉ 7,500 રૂપિયા હતી, તે 50 ટકાથી વધુ ઘટાડીને 3,000 રૂપિયા કરવામાં આવી છે.
ચા અને લોકપ્રિય કર્ણાવતી થાળીની કિંમત ઘટી
વધુમાં, લોકપ્રિય કર્ણાવતી થાળીની કિંમત, જે પહેલા 500 રૂપિયા હતી, તેમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે. એક કપ ચા, જેની કિંમત પહેલા 46 રૂપિયા હતી, તે હવે 35 રૂપિયામાં મળશે. વીકએન્ડની એન્ટ્રી ફી 120 અને 200 રૂપિયાથી ઘટાડીને 100 અને 150 રૂપિયા કરવામાં આવી છે.
ક્લબે મહેમાનોની એન્ટ્રી ફીમાં પણ ઘટાડો કર્યો છે. પહેલા આ ફી 60 રૂપિયા હતી જે હવે ઘટાડીને 50 રૂપિયા કરી દેવામાં આવી છે.
Karnavati Club membership fees: મેમ્બર્સની પ્રતિક્રિયાઓ
ક્લબના નિયમિત સભ્યએ જણાવ્યું કે, “ક્લબ સભ્યપદ માટે નોંધપાત્ર રકમ લે છે અને તે પ્રવૃત્તિઓ માટે આટલી ઊંચી ફીને યોગ્ય ઠેરવી શકે નહીં.”
ક્લબના અન્ય એક નિયમિત સભ્યે પ્રશ્ન કર્યો હતો કે, “તેઓએ પહેલા તો આટલો વધારો શા માટે કર્યો? આ વધારો ખાનગી જીમ જેવો હતો. જે સભ્યોએ લાખો ચૂકવ્યા છે તેમને શું ફાયદો થશે? તેમને માત્ર સભ્યપદ માટે ચૂકવણી કરી છે?”
જેઓ કલબની દરરોજ ક્લબની મુલાકાત લે છે, તેમણે વ્યંગાત્મક ટિપ્પણી કરી, “કલબ મેનેજમેન્ટ એક સરકાર જેવું છે – પ્રથમ, તેઓ ‘ટેક્સ’ વધારે છે, અને પછી જ્યારે ‘નાગરિકો’ વિરોધ કરે છે તો, તેઓ તેને પાછું લઈ લે છે.”
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો