શું તમે વિચારયું છે કે કરંજના તેલના કેટલા ફાયદા છે? લોકો તેના દીવા કરવાથી કેટલા ફાયદા મેળવે છે. કરંજનું તેલ આયુર્વેદમાં અને દવાઓમાં વપરાતું એક ઔષધ છે.
કરંજ | કણજી | Karanj Tree
કરંજ એક વૃક્ષ છે જેનો દરેક અંગ ઔષધીઓ બનાવા માટે થાય છે. કરંજના ત્રણ પ્રકાર છે, જેમાંથી ૨ વૃક્ષ છે અને એક વેળા સ્વરૂપમાં છે. મધ્યમ આકારનું વૃક્ષ નદીના કિનારે વધારે જોવા મળે છે. તેના પાન એકદમ લીલા રંગના અને કાયમી ચમકદાર રહેતા હોય છે. તેમાં સફેદ- ગુલાબી રંગના ફૂલ આવે છે. કરંજ જેટલું દેખવામાં સુંદર છે એટલું જ સ્વાસ્થ્ય માટે લાભદાયી છે. કરંજના બીજ ચપટા અને ઘાટા લીલા રંગના હોય છે. તેના બીજમાંથી તેલ બને છે જે વિવિધ રોગો દુર કરવામાં તેનો ઉપયોગ થાય છે.
આવો તો જાણીએ તેની પાછળના કારણો?
કરંજનું તેલ ભરપુર આયુર્વેદીક ગુણવતા ધરાવે છે, આયુર્વેદમાં વાળ, ત્વચા અનેક રોગો માટે તે ઉપયોગી છે. તેથી આના દીવા કરવાથી વરસાદ પછી જે મચ્છરો-કીડા, મકોડા ઉત્પન્ન થાય છે તો તેના ધુમાડાથી નષ્ટ પામે છે અને એકદમ સ્વસ્થ અને શુદ્ધ વાતાવરણ મળે છે. આ આપણા સ્વાસ્થ્યને કોઈ નુકશાન નથી પહોચાડતું. તેથી જ ગામડામાં હજુ પણ કરંજ ના તેલના દીવા કરવામાં આવે છે. તો આ દિવાળીએ ઓલઆઉટ અને મચ્છરો મારવાની અલગ-અલગ ક્રીમ, સ્પ્રેનો ઉપયોગ ટાળીને એકદમ હેલ્થી વસ્તુનો ઉપયોગ કરીએ.
કરંજના તેલના ફાયદા :
૧. ઘાવ /જખમમાં લગાડવાથી
૨. ફોડલી ખીલ્લ પર લગાડવાથી રાહત
૩. ચહેરાની કરચલી દુર કરવા
૪. ત્વચાના કોઢ-ડાઘ-ધબ્બાના રોગમાં
૫. ખંજવાળમાં લગાડવાથી રાહત
૬. કરંજના પાનને ઉકાળીને પીવાથી પેટના ગેસમાં રાહત
૭. કરંજ નું ચૂર્ણ બનાવી ઉધરસમાં ઉપયોગી
૮. કરંજનું દાતણ કરવાથી દાંતના રોગમાં મદદ
૯. ડાયાબીટીસના કરંજના ફાયદા
૧૦. આધાશીશીમાં ફાયદો
નોંધ :- જનસેવા એ જ પ્રભુસેવાના આશયથી આ ખાલી માહિતી આપ સુધી પહોચાડવાનું અમારું કામ છે, કોઇપણ વસ્તુનું સેવન કરતા પહેલા તે વિષયના દાકતર કે તજજ્ઞની સલાહ લેવા વિનંતી. જો અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી આપને પસંદ આવી હોય તો શેર કરો અને આપની ટીપ્પણી માટે કોમેન્ટ કરો અમારા ફેસબુક અને યુટયુબ ચેનલ પર. અમને ફોલો પણ કરી શકશો રેગ્યુલર અપડેટ્સ માટે જોતા રહો વીઆર લાઈવ ચેનલ