KANPUR : શાળાએ જતા છોકરી પડી ખાડામાં પિતા ગાદલું અને ઓશીકું મૂકી ખાડામાં સુઈ ગયા #Kanpur #ViralVideo

0
1

KANPUR : દીકરી ખાડામાં પડી તો પિતાનો અનોખો વિરોધ

ઉત્તર પ્રદેશના કાનપુરનાં એક વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વ્યક્તિએ તંત્ર સામે અનોખો વિરોધ નોંધાવ્યો છે. વ્યક્તિએ ભારત માતા કી જય…” આ નારા લગાવીને વરસાદી પાણીથી ભરેલા ખાડામાં સુઈને વિરોધ નોંધાવ્યો હતો. સરકારી તંત્રને જગાડવા માટે પિતાએ આ પ્રકારનો વિરોધ કરવો પડ્યો. વ્યક્તિએ પાણીમાં ગાદલું અને ઓશીકું મૂકીને વિરોધ કર્યો. વિરોધ કરતી વખતે દુઃખી વ્યક્તિએ જનપ્રતિનિધિઓ પાસેથી રસ્તો બનાવવાની માંગ કરી હતી.

KANPUR

KANPUR : દીકરી ખાડામાં પડી તો પિતાએ કર્યું અનોખું આંદોલન

આ વ્યક્તિની દીકરી જયારે શાળાએ જતી હતી. ત્યારે પાણીથી ભરેલા ખાડામાં દીકરી પડી ગઈ હતી. તંત્રની બેદરકારીના કારણે આ દીકરી ભોગ બની હતી. જોકે, આ અકસ્માત બાદ દીકરીના પિતાને ગુસ્સો આવ્યો. ગુસ્સે ભરાયેલા પિતાએ તંત્રને જગાડવા માટે તેમણે અનોખો વિરોધ નોંધાવ્યો હતો. દીકરીના પિતાએ ગાદલું અને ઓશીકું લઇ જે ખાડામાં પોતાની દીકરી અકસ્માતોનો ભોગ બની હતી. તે ખાડામાં જઈને સુઈ ગયા હતા. અને તંત્રને ઘોર નિંદ્રામાંથી જગાડવાનો પ્રયાસ કર્યો હતો.

દીકરી ખાડામાં પડી તો ખાડા પર સુઈને તંત્રને જગાડ્યો

આ ઘટના કાનપુરના બારા 8 રામ ગોપાલ ચોક પાસેની છે. જ્યાં, દીકરીના પિતાએ જાહેરમાં ખાડા પર સુઈને તંત્ર સામે નારા લગાવ્યા હતા. પિતાએ ભારત માતા કી જય…”નાં નારા લગાવી વિરોધ નોંધાવ્યો હતો. વિરોધ દ્વારા પિતાએ દીકરીની વેદના ઠાલવી હતી. વિરોધ કરતી વખતે દુઃખી પિતાએ જનપ્રતિનિધિઓ પાસેથી રસ્તો બનાવવાની માંગ કરી હતી.

KANPUR : પિતાની વેદના જાગાડી શકે તંત્રને?

બારા 8 રામ ગોપાલ ચોક પાસે રસ્તાની હાલત એટલી ખરાબ છે કે ચાલવા માટે ફક્ત ફૂટપાથ જેવો રસ્તો બચ્યો હતો. નાના-મોટા વાહનો આ ખાડામાંથી પસાર થાય છે. તેથી, આ રસ્તા પર અકસ્માત પણ થઈ શકે છે. કેટલાય લોકો આ ખાડાના ભોગ બન્યા હતા. ત્યારે હવે જોવાનું રહ્યું છે, કે પિતાની આ વેદના સાંભળી તંત્ર રસ્તા પર ખાડા ભરવાની કામગીરી કરશે…..

KANPUR
ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરો
યુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે
ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરો
યુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે: KANPUR : શાળાએ જતા છોકરી પડી ખાડામાં પિતા ગાદલું અને ઓશીકું મૂકી ખાડામાં સુઈ ગયા #Kanpur #ViralVideo