KanganaRanaut : મંડી સંસદીય બેઠકથી વિજેતા કંગના રનૌતને લઈ એક મહત્વની માહિતી સામે આવી છે. દિલ્હી રવાના થઈ ત્યારે ચંડીગઢ એરપોર્ટ ખાતે કંગના રનૌતને કથિત રીતે થપ્પડ મારવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે આજે કંગના રનૌત દિલ્હી જવા રવાના થઈ હતી. થપ્પડ મારવાને લઈ દાવો કરવામાં આવે છે કે CISF ગાર્ડ કંગના રનૌતના ખેડૂત આંદોલન સામેના નિવેદનને લઈ નારાજ હતા.
KanganaRanaut : કંગના રનૌતને ચંદીગઢ એરપોર્ટ પર તૈનાત મહિલા CISF જવાને થપ્પડ મારી છે. કંગનાને થપ્પડ મારનાર મહિલા સૈનિકનું નામ કુલવિંદર કૌર હોવાનું કહેવાય છે. આ મામલે કુલવિંદરનું નિવેદન સામે આવ્યું છે, ખેડૂતોના આંદોલન પર કંગનાના નિવેદનથી તે દુખી થઈ ગઈ છે. કંગનાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું છે કે મહિલાએ તેને થપ્પડ મારી છે અને તેની સાથે દુર્વ્યવહાર પણ કર્યો છે. સમગ્ર મામલે CISFએ પણ કાર્યવાહી કરતા કંગનાને થપ્પડ મારનાર CISFની મહિલા કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી દીધી છે. તથા તેની વિરુદ્ધ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં FIR પણ દાખલ કરાવવામાં આવી છે.
KanganaRanaut : કંગના રનૌતે આ મામલે ફરિયાદ કરી છે અને મહિલા જવાનને નોકરીમાંથી હટાવવાની અને તેની સામે કડક કાર્યવાહી કરવાની માગ કરી છે. કંગનાને મારનાર જવાનનું નામ કુલવિંદર કૌર હોવાનું કહેવાય છે. ચૂંટણી જીત્યા બાદ કંગના રનૌત ભાજપની બેઠકમાં હાજરી આપવા વિસ્તારા એરલાઈન્સની ફ્લાઈટ Uk707માં દિલ્હી જઈ રહી હતી, ત્યારે સુરક્ષા તપાસ દરમિયાન તેમની એક CISF મહિલા જવાન સાથે બોલાચાલી થઈ હતી.
KanganaRanaut : શું કહ્યું કંગના રનૌતે ?
આ ઘટના બાદ કંગના રનૌતે એક વીડિયો શેર કર્યો છે. તેણીએ કહ્યું, ‘મને ઘણા ફોન કોલ્સ આવી રહ્યા છે, હું તમને કહેવા માંગુ છું કે હું આ સમયે સુરક્ષિત છું. આજે ચંદીગઢ એરપોર્ટ પર મારી સાથે આ ઘટના બની. એરપોર્ટ પર એક મહિલા સૈનિકે મને અપશબ્દો બોલવા લાગી હતી. તેણે કહ્યું કે તે ખેડૂત આંદોલનની સમર્થક છે. તેણે બાજુમાંથી આવીને મને મોઢા પર માર્યું. હું સુરક્ષિત છું, પરંતુ મારી ચિંતા પંજાબમાં વધી રહેલા ઉગ્રવાદ અને આતંકવાદને લઈને છે. આને કોઈક રીતે હેન્ડલ કરવું પડશે.
KanganaRanaut : શું કહ્યું CISF મહિલા જવાને ?
કંગનાને થપ્પડ માર્યા બાદ કુલવિંદર કૌરનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં તે કહી રહી છે- કંગનાએ કહ્યું હતું કે લોકો 100-100 રૂપિયા માટે ખેડૂતોના આંદોલનમાં બેઠા છે. જ્યારે તેણે આ નિવેદન આપ્યું ત્યારે મારી માતા પણ ત્યાં બેઠી હતી.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો