KANGANA RANAUT:બોલિવૂડ એક્ટ્રેસ અને ભાજપ સાંસદ કંગના રનૌત આજે ગુજરાતની શાન ગણાતા સાસણ ગીર નેચર સફારી પાર્કની મુલાકાત લીધી હતી. તેઓ તેમની બહેનના દીકરા પૃથ્વી સાથે વહેલી સવારે ગીર પહોંચી હતી અને અહીંના વન્યજીવનનો રોમાંચક અનુભવ મેળવ્યો હતો. જંગલ સફારી દરમિયાન બે નર સિંહ અને એક માદા સિંહના દર્શન થતાં કંગના અત્યંત પ્રભાવિત થઈ હતી અને ગીરની કુદરતી સંપત્તિની પ્રશંસા કરી હતી.

KANGANA RANAUT:વન વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ
કંગના રનૌત આજે સવારે 6:15 વાગ્યે ખુલ્લી જિપ્સીમાં સફારી માટે નીકળી હતી. તેમની સફારી લગભગ બે કલાક સુધી ચાલી હતી, જેમાં તેમને ગીરના ગાઢ જંગલ, વનસ્પતિ, ઝરણાઓ અને વન્યપ્રાણીઓનું સૌંદર્ય નજીકથી જોવા મળ્યું હતું. સફારી દરમિયાન ખાસ કરીને બે નર સિંહ અને એક માદા સિંહના દ્રશ્યો કંગનાને અત્યંત ગમી ગયા હતા. તેમણે સિંહોના સ્વાભાવિક વર્તન અને ગીરની અનોખી ઇકો સિસ્ટમ વિશે રસપૂર્વક માહિતી મેળવી હતી.

સફારી બાદ કંગનાએ પોતાના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર કેટલાક ફોટા અને અનુભવ શેર કરતાં લખ્યું કે,
KANGANA RANAUT: “ગુજરાત અદભૂત છે.
ગુજરાત ની સંસ્કૃતિ, કુદરત અને પ્રમાણિકતાને જોઈને હું મંત્રમુગ્ધ છું. આજે ગીરના જંગલમાં મારા નાના મિત્ર પૃથ્વી સાથે સિંહો અને અન્ય પ્રજાતિઓના સુંદર દર્શન થયા. ગુજરાતના લાયન્સ ખરેખર વર્લ્ડ ફેમસ છે.”

વન વિભાગે કંગનાને ગીરના પર્યાવરણ, સિંહોની સુરક્ષા, વન્યપ્રાણી સંવર્ધન મોડલ અને સ્થાનિક સમુદાયની ભાગીદારી અંગે વિગતવાર જાણકારી આપી. ગીર એશિયાટિક સિંહોના સંરક્ષણ માટે વિશ્વપ્રસિદ્ધ મોડલ છે, જ્યાં સરકાર અને સ્થાનિક લોકોની ભાગીદારીથી સિંહોની સંખ્યા સતત વધી રહી છે. કંગનાએ ગીરની આ સસ્ટેનેબલ ઇકો સિસ્ટમને બિરદાવતાં કહ્યું કે,
“અહીંનું કુદરતી વાતાવરણ, જંગલોની શાંતિ અને પ્રાણીઓનો નજારો કોઈને પણ મંત્રમુગ્ધ કરી દે એવો છે.”
ગીરની મુલાકાત દરમિયાન કંગનાએ સ્થાનિક સંસ્કૃતિ, પરંપરા અને ગામડાંઓમાં મળતી રોજગારી અંગે પણ રસપૂર્વક માહિતી મેળવી હતી. તેમણે ગુજરાતી લોકોની આપણીતા અને સ્નેહને ‘અદ્ભુત’ ગણાવ્યા હતા.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો
Hardik patel:2015ના પાટીદાર આંદોલન કેસમાં હાર્દિક પટેલ સામે ચાર્જફ્રેમ, કોર્ટમાં ટ્રાયલની શરૂઆત




