અશોક ગેહલોત અને પાયલોટ વચ્ચે સમાધાન કરાવવા કમલનાથને કમાન સોપાઇ

0
73

રાજસ્થાનમાં કોંગ્રેસ પાર્ટી પંજાબ જેવા જ રાજકીય સંકટનો સામનો કરી રહી છે. પાર્ટીને ડર સતાવી રહ્યો છે કે બે દિગ્ગજ નેતાઓ અશોક ગેહલોત અને સચિન પાઈલટ વચ્ચેની લડાઈમાં પંજાબની જેમ રાજસ્થાનમાં પણ સત્તા ન ગુમાવી દે. જોકે આ રાજકીય સંકટથી બહાર આવવા માટે મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને દિગ્ગજ કોંગ્રેસી નેતા કમલનાથની એન્ટ્રી થઈ છે. એવું કહેવાય છે કે તે રાજસ્થાનના બંને દિગ્ગજ નેતાઓ વચ્ચે મધ્યસ્થતા કરાવવાની પહેલ કરી શકે છે તમને જણાવી દઇએ કે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતને રાજસ્થાનમાં યોજાનાર વિધાનસભા ચૂંટણીથી પહેલા ભાજપ કરતા વધારે પડકાર તેમના પૂર્વ ડેપ્યુટી અને દિગ્ગજ કોંગ્રેસી નેતા સચિન પાઈલટ આપી રહ્યા છે. આ વર્ષના અંતે યોજાનાર ચૂંટણીમાં સચિન પાઈલટ પોતાને મોટી ભૂમિકામાં જોવા માગે છે. રાજસ્થાનની ગત વસુંધરા રાજે સરકાર દરમિયાન કથિત ભ્રષ્ટાચાર વિરુદ્ધ તેમના ઉપવાસે ભાજપ કરતા વધારે કોંગ્રેસને અસહજ સ્થિતિમાં મૂકી દીધી છે. તેમણે કોંગ્રેસની ગેહલોત સરકાર પર જ રાજે વિરુદ્ધ કાર્યવાહી કરવાની દિશામાં નિષ્ક્રિયતાનો આરોપ મૂક્યો હતો.