Justice Served: ગાંધીનગરનો ઐતિહાસિક ચુકાદો મહિલા હોમગાર્ડ પર એસિડ એટેક કરનાર રિક્ષાચાલકને 15 વર્ષની જેલ

0
152
Justice Served
Justice Served

Justice Served: રાજ્યની સુરક્ષામાં તૈનાત મહિલા જવાન પર એસિડ ફેંકી જીવલેણ હુમલો કરવાના ચકચારી કેસમાં કલોલ સેશન્સ કોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપ્યો છે. કલોલના છત્રાલ બ્રિજ નીચે ફરજ બજાવતી મહિલા હોમગાર્ડ પર એસિડ એટેક કરનાર રિક્ષાચાલક અશોક રાવતને કોર્ટે 15 વર્ષની સખત કેદ અને 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. ગાંધીનગર જિલ્લામાં એસિડ એટેકના ગુનામાં આ પ્રકારની કડક સજાનો આ પ્રથમ કિસ્સો છે.

Justice Served

Justice Served: શું હતી સમગ્ર ઘટના?

ઘટના 18 જુલાઈ 2025ના રોજ બની હતી. છત્રાલ ઓવરબ્રિજ નીચે ટ્રાફિક નિયમન કરી રહેલા મહિલા હોમગાર્ડ ભાવનાબેન પરમારે અડચણરૂપ રિક્ષા ઉભી રાખનાર અશોક રાવતને રિક્ષા ખસેડવા માટે ઠપકો આપ્યો હતો. આ સામાન્ય બાબતની અદાવત રાખી રિક્ષાચાલક ઉશ્કેરાઈ ગયો હતો.

અડધા કલાક બાદ તે એસિડની બોટલ સાથે પરત આવ્યો હતો અને ફરજ પર હાજર ભાવનાબેન પર એસિડની પિચકારી મારી હુમલો કર્યો હતો. આ ભયાનક હુમલામાં મહિલા જવાનને મોઢા અને પીઠના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી, જ્યારે અન્ય મહિલા કર્મચારીઓ પર પણ એસિડના છાંટા ઉડ્યા હતા.

Justice Served

Justice Served: કોર્ટનું મહત્ત્વનું અવલોકન: “આ હુમલો રાજ્યની સુરક્ષા પર આક્રમણ છે”

કલોલના ચોથા એડિશનલ સેશન્સ જજ બી.આર. રાજપુતે ચુકાદાની શરૂઆત સંસ્કૃત શ્લોક થી કરી કાયદાના મહત્વને સમજાવ્યું હતું. સરકારી વકીલ જીગ્નેશ એચ. જોષીની દલીલોને ગ્રાહ્ય રાખતા કોર્ટે નોંધ્યું હતું કે:

“મહિલા સુરક્ષાકર્મી પરનો આ હુમલો માત્ર એસિડ એટેક નથી, પરંતુ રાજ્યની સુરક્ષા અને વ્યવસ્થા પર આક્રમણ છે. જો આવા ગુનેગારોને કડક સજા ન મળે તો ફરજ પરના સરકારી સેવકોનું મનોબળ તૂટી શકે છે.”

Justice Served

Justice Served: પીડિતાને વળતરનો હુકમ

કોર્ટે આરોપીને સજા ફટકારવાની સાથે પીડિતાની શારીરિક અને માનસિક વેદનાને ધ્યાને રાખીને તેમને 2 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો પણ આદેશ કર્યો છે. કલોલ તાલુકા પોલીસની સચોટ તપાસ અને મજબૂત પુરાવાઓને આધારે કોર્ટે આ ઐતિહાસિક સજા સંભળાવી છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

 સુરત પોલીસનો ‘માસ્ટરસ્ટ્રોક’ ગ્રિન્ડર એપ પર ડમી આઈડી બનાવી હનીટ્રેપ ગેંગના બે સાગરીતોને દબોચ્યા