Spy Universe : રિપબ્લિક ડે પર હૃતિક રોશન સાથે જુનિયર NTr ‘વૉર 2’ માં કરશે ધમાલ

0
383
Junior NTr War 2
Junior NTr War 2

Spy Universe : ‘વૉર 2’  (War 2)માં હૃતિક રોશન અને જુનિયર NTr અભિનિત સાથે, બે સુપરસ્ટાર YRF Spy Universe માં એકબીજાનો સામનો કરવા માટે એકસાથે આવીને અલગ જ લેવલની ધમાલ કરવા સજ્જ થયા છે. ‘ટાઇગર 3’માં હૃતિકના કેમિયોએ પણ ઉત્સાહમાં વધારો કર્યો, જેનું નિર્દેશન અયાન મુખર્જી (Ayan Mukerji ) દ્વારા કર્યું હતું.  ‘વૉર 2’ નું પ્રથમ શેડ્યૂલ ઓક્ટોબર 2023 માં સ્પેનમાં કરવામાં આવ્યું જયારે  બીજું શેડ્યૂલ અબુ ધાબીમાં તે જ રીતે શૂટ કરવામાં આવશે. ફેબ્રુઆરી 2024 માં ઋત્વિક અને જુનિયર એનટીઆર (Hrithik Roshan & Jr. NTr)નું એકબીજા સાથેનું શૂટિંગ શરૂ કરશે.

Junior NTr War 2

એનટીઆર જુનિયર હાલમાં તેની 30મી ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો છે, જેનું નિર્દેશન કોરાતાલા સિવા દ્વારા કરવામાં આવ્યું છે, અને તે પછી તે વૉર 2 (War 2) માટે તેનું પ્રથમ શેડ્યૂલ શરૂ કરશે. આદિત્ય ચોપરા અને અયાને ફિલ્મમાં તેના માટે એક મોટા એક્શન એન્ટ્રી શૂટની યોજના બનાવી છે. હૃતિક અને તેની સાથે સંકળાયેલા ભાગોનું શૂટિંગ ફેબ્રુઆરીમાં મુંબઈમાં એક મહિનાના શેડ્યૂલમાં શરૂ થશે. નાટકીય ભાગો પહેલા કરવામાં આવશે અને બાદ એક્શન સિક્વન્સ સાથે કરવામાં આવશે.

war

‘વૉર 2’ (War 2) 14 ઑગસ્ટ 2025ના રોજ સિનેમાઘરોમાં રજૂ થશે. અયાન મુખર્જી દ્વારા નિર્દેશિત આ ફિલ્મ ‘એક થા ટાઈગર’, ‘ટાઈગર ઝિંદા હૈ’, ‘વોર 1′ પછી YRF સ્પાય યુનિવર્સની 6ઠ્ઠી ફિલ્મ છે. પઠાણ’ અને તાજેતરમાં રિલીઝ થયેલી સલમાન ખાન અને કેટરિના કૈફ સ્ટારર ‘ટાઈગર 3’ પણ તેમાં સામેલ છે.