જુનાગઢ: કેરીના પાકને નુકસાન થતા ખેડૂતો પરેશાન

    0
    172

    રાજ્યમાં હજુ પણ કોમસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.જેના પગલે ખેડૂતો પણ ચિંતામાં મુકાયા છે.બીજી તરફ રાજ્યમાં પડેલા કમોસમી વરસાદના કારણે કેરીના પાકને નુકસાન થયું છે. આ વર્ષે કેરીના પાકને માવઠા નામનું ગ્રહણ લાગ્યું છે. વાતાવરણમાં સતત બદલાવને કારણે કેરીના પાકને નુકશાન થયું હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. ચાલુ વર્ષે કમોસમી વરસાદ તેમજ ભારે પવનને કારણે મોટા ભાગની કેરી ખરી જવાથી ખેડૂતોને પૂરતા ભાવ પણ મળતા નથી.સતત કમોસમી વરસાદ અને બદલાતા વાતાવરણને કારણે છેલ્લા થોડા વર્ષોથી કેરીના પાકને નુકશાન જોવા મળી રહ્યું છે. ચાલુ વર્ષે બેથી વધુ વખત વરસાદ અને ભારે પવનને કારણે કેરીની ખેતી કરતા ખેડૂતોની કમર ભાંગી ગઈ છે. એક તો કેરીના ઝાડ પરથી મોટી કેરી ખરી ગઇ છે.