job in Israel : શું તમે વિદેશ જવા માંગો છો ? વિદેશમાં જઈને ઓછી મહેનતમાં સારો પગાર મેળવવા ઈચ્છો છો તો આ એક વાર વાંચી લો, દુનિયામાં એક દેશ એવો પણ છે જે નહીવત કામ માટે પણ ભારતીયોને ખુબ જ ઉંચો પગાર આપે છે ઘણાં લોકોના મનમાં પરદેશમાં જઈને કામ કરવાની ઈચ્છા હોય છે અને તેઓ પોતાની તથા પરિવારની આર્થિક સ્થિતિ સુધારવા માગતા હોય છે. પરંતુ ઓછુ ભણ્યા હોય છે જેને લઈને તેઓ વિદેશ જવાનું સ્વપ્ન પૂરું કરી શકતા નથી, તો આજે અમે તમને બતાવીએ માત્ર ૧૦ પાસ હશો તોય આ દેશ તમને લઇ જશે અને ઊંચા પગાર વાળી નોકરી પણ આપશે…
ભારતનો સૌથી નજીકનો મિત્ર દેશ છે ઇઝરાયેલ, અને ઇઝરાયેલમાં માત્ર 10 પાસ હોય તોય ઊંચા પગારવાળી નોકરી મળી જાય છે, (job in Israel) ઈઝરાઈલમાં કેર ગિવર તરીકે કામ કરવું હોય તો સારી તક છે. કેરગિવર તરીકે જવા માગતા હોય તેમના પાસે સૌથી પહેલા તો હોસ્પિટલમાં કામ કરવાનો અનુભવ સામાન્ય અંગ્રેજી ભાષાનું જ્ઞાન હોય તે જરુરી છે. હોસ્પિટલમાં કેરગિવર તરીકે કામ કર્યાનો અનુભવ હોય તેઓ વીઝા માટે અપ્લાય કરી શકે છે. જો કોઈ વ્યક્તિ વીઝા મેળવતા પહેલા અમુક બાબતની ટ્રેનિંગ લેવા માગતી હોય તો તે પણ કરી શકે છે.
અમારા એક સંપર્કના યુવાન એક વર્ષ પહેલા ઈઝરાયેલ ગયેલા અને તેલ અવીવ શહેરમાં કેરગિવર તરીકે નોકરી મેળવી તેઓ જણાવે છે કે તેમને ઈઝરાયેલ જવું હતું અને જેના માટે તેમણે હોસ્પિટલમાં 2 વર્ષ નોકરી કરીને અનુભવ મેળવ્યો હતો, આ પછી તેમણે એજન્ટની મદદ લઈને વીઝા માટે અપ્લાય કર્યું હતું. હાલ તેમને 6500 શેકલ (ઈઝરાઈલનું નાણું) જેટલો પગાર મળે છે અને તેને ભારતીય નાણામાં જોઈએ તો તે લગભગ દોઢ લાખ રૂપિયા થાય છે, આ સિવાય જો તેઓ અઠવાડિયાની બે દિવસની રજા દરમિયાન પણ કામ કરે છે તો તેમને વધુ શેકલ કમાવા મળે છે. ઊંચો પગાર અને રહેવા જમવાનો ખર્ચ પણ તેમણે ચૂકવવાનો રહેતો નથી.આ સિવાય તેમને પેન્શન સહિતની સુવિધાઓ પણ મળે છે.
કેરગિવરની નોકરીમાં શું કરવાનું હોય છે? What does a caregiver job ?
સૌથી પહેલા એ માહિતી મેળવી લઈએ કે જો તમે ઈઝરાઈલમાં કેરગિવર તરીકે જવા માગતા હોય તો તમારે શું કરવાનું હોય છે. કેરગિવર એટલે કે જે રીતે મોટી હોસ્પિટલમાં દર્દીને ડૉક્ટર અને નર્સિંગ સ્ટાફ દ્વારા મદદ કરવામાં આવતી હોય તે સિવાય દર્દીને જમાડવા, દવા આપવી, કપડાં બદલાવવા તેમને નવડાવવા જેવી મદદ કરતા હોય છે તેવું કામ કરવાનું હોય છે. ઈઝરાયેલમાં વૃદ્ધ વ્યક્તિની સંભાળ રાખવા અને તેમને મદદ કરવા માટે ત્યાની સરકાર તત્પર રહે છે અને તે જ કારણે તેમની સંભાળ રાખવા માટે બહારના દેશોમાંથી લોકોને ત્યાં કામ કરવા માટેના વીઝા આપવામાં આવતા હોય છે.
તો ચાલો તમને પણ મેડીકલનું સામાન્ય જ્ઞાન હોય એને વિદેશ જવા માંગતા હોય તો તૈયાર થઇ જાઓ, આશા રાખીએ છીએ તમને આ અમારી માહિતી યોગ્ય લાગી હશે.
તમે આ પણ વાંચી શકો છો
નોકરીની શોધમાં છો? ધોરણ ૭ થી ગ્રેજ્યુએશન સુધીનો અભ્યાસ કરેલો હોય તો આજે જ રજીસ્ટ્રેશન કરો