J&K : જમ્મુ કાશ્મીરમાં સેના અને આતંકીઓ વચ્ચે મુઠભેડ, 2 આતંકી ઠાર  

0
115
J&K
J&K

J&K : ઘણા સમયથી જમ્મુ કાશ્મીરમાં આતંકવાદનો મુદ્દો ચરમ પર છે, કેન્દ્ર સરકારે કાશ્મીરના બેઝ પર જમ્મુમાં પણ ઝીરો ટેરર પોલીસી લાગુ કરવા સુચના આપી દીધી છે, ત્યારે આજે સોપોરના હદીપોરા ગામમાં આતંકવાદીઓની શંકાસ્પદ ગતિવિધિની માહિતી મળ્યા બાદ સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું, જે એન્કાઉન્ટરમાં ફેરવાયું હતું. સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ગોળીબારમાં બે આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા છે.  

J&K

J&K : 2 આતંકી ઠાર, 1 પોલીસ જવાન ઘાયલ  

 ઉત્તર કાશ્મીરના બારામુલ્લાના સોપોરમાં બુધવારે બપોરે સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. આ ગોળીબારમાં સુરક્ષા દળોએ બે આતંકીઓને ઠાર માર્યા હતા. જોકે, ઓપરેશન દરમિયાન એક બહાદુર પોલીસકર્મી પણ ઘાયલ થયો હતો. ઘાયલ સૈનિકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. હજુ ઓપરેશન ચાલુ છે.

J&K

J&K :  બુધવારે સવારે સોપોરના હદીપોરા ગામમાં આતંકવાદીઓની શંકાસ્પદ ગતિવિધિની માહિતી મળ્યા બાદ પોલીસ અને સુરક્ષા દળોએ તરત જ વિસ્તારને ઘેરી લીધો હતો. સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. સોપોર પોલીસ, આર્મીના 32 આરઆર અને સીઆરપીએફના જવાનો દ્વારા વ્યાપક સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ વિસ્તાર જીડીસી હડીપોરા અને પનાશ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ હડીપોરાની નજીક હતો.

J&K

J&K :   આવી સ્થિતિમાં સાવચેતીના ભાગરૂપે તેમને બંધ રાખવામાં આવ્યા હતા. જેથી કોઈ પણ પ્રકારનું નુકશાન ન થાય. કોર્ડન કડક થતું જોઈને આતંકીઓએ સુરક્ષાદળો પર ગોળીબાર કર્યો. જેનો સુરક્ષા દળોએ જડબાતોડ જવાબ આપ્યો હતો. આ રીતે એન્કાઉન્ટરની શરૂઆત થઈ. આ અથડામણમાં બે આતંકવાદીઓ માર્યા ગયા હતા.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો