Jignesh mewani : ગુજરાતની રાજકીય હવામાં છેલ્લા કેટલાક દિવસોથી અસામાન્ય ગરમાવો જોવામાં આવી રહ્યો છે. ખાસ કરીને પોલીસ તંત્ર અને ધારાસભ્ય જીગ્નેશ મેવાણી વચ્ચે શબ્દોનું યુદ્ધ ચાલી રહ્યું હોય તેમ પરિસ્થિતિ ઉભી થઈ છે. બંને પક્ષના નિવેદનો એક પછી એક સામે આવતા, રાજ્યના રાજકીય વર્તુળો ઉપરાંત પોલીસ તંત્રમાં પણ ચર્ચાનો માહોલ ગરમાયો છે.શું છે આખી ઘટના? જાણીએ વિગતવાર.

ઘટનાક્રમની શરૂઆત ત્યારે થઈ જ્યારે ધારાસભ્ય જીગ્નેશ મેવાણી કોંગ્રેસની જનઆક્રોશ રેલી દરમિયાન વાવ-થરાદ જિલ્લામાં દારૂના દૂષણનો મુદ્દો ઉઠાવીને સીધા થરાદ પોલીસ મથક સુધી પહોંચ્યા હતા. સ્થાનિક નાગરિકોની સાથે મેવાણીએ પોલીસ કાર્યશૈલી પર પ્રશ્નો ઉઠાવતાં પોલીસ અધિકારીઓને કડક શબ્દોમાં સંબોધ્યા હતા. તેમણે જાહેરમાં જ પોલીસના “પટ્ટા ઉતારી દેવાની” વાત કરી હતી, જે નિવેદન તુરંત વાયરલ થયું અને પોલીસ વિભાગમાં ભારે રોષ જાગ્યો હતો
Jignesh mewani : શું કહ્યું હતું જીગ્નેશ મેવાણીએ ?

જીગ્નેશ મેવાણી કહ્યું ; આ પટ્ટા તમારા છે, અમારા નહીં. એટલે તમારા પટ્ટા ઊતરી જશે. તમે કહો તો 24 કલાકમાં વર્તમાન અને ભૂતકાળના તમામ વહીવટદારોનાં નામ સાથેનું લિસ્ટ આપીશ.”
આ નિવેદનને અનેક પોલીસકર્મીઓએ અપમાનજનક ગણાવ્યું છે અને સોશિયલ મીડિયા પર પણ પોલીસ પરિવારમાં નારાજગી સ્પષ્ટ રીતે જોવા મળી રહી છે.
Jignesh mewani : ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ શું કહ્યું ?
આ સમગ્ર ઘટનાએ રાજ્યસરકારના શાસનમંડળનું પણ ધ્યાન ખેંચ્યું. થોડા દિવસ પહેલા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ નામ લીધા વિના જ મેવાણી પર આડકતરી ટીકા કરી હતી. તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે પોલીસ પર બિનજરૂરી દબાણ મૂકવાનો કે તેમને ધમકાવવાનો કોઈને અધિકાર નથી.
Jignesh mewani : ડીજીપી વિકાસ સહાયે આપ્યો જવાબ
હવે આ જ મુદ્દે રાજ્યના ટોચના પોલીસ અધિકારી, DGP વિકાસ સહાય પણ ખુલ્લા મંચ પરથી પ્રતિભાવ આપતાં કહ્યું કે “જો કોઈ કર્મચારી કે અધિકારી ભૂલ કરે તો તેમને સવાલ પૂછવા અમે જ બેઠા છીએ. ડિપાર્ટમેન્ટના લોકો છે. પરંતુ જો ડિપાર્ટમેન્ટની બહારની કોઈ વ્યક્તિ મારા અધિકારી કે કર્મચારીને કઈ કહી જાય તો તેને ટોલરેટ કરવાની જરૂર નથી. ફોર્સના લીડર તરીકે, મારા કર્મચારીઓની માન-મર્યાદા જળવાઈ રહે તે જોવા એ મારી ફરજ છે.”
DGPના આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે પોલીસ તંત્ર મેવાણીના શબ્દોને ગંભીરતાથી લઈ રહ્યું છે અને પોલીસકર્મીઓના મનોબળ પર આવું વર્તન અસરકારક ન બને તે અંગે સાવચેત છે.
બીજી તરફ, મેવાણી અને કોંગ્રેસે પોતાનો અભિગમ યથાવત રાખ્યો છે. તેઓ દારૂના મુદ્દે સરકારને ઘેરવાના પ્રયાસો ચાલુ રાખી રહ્યા છે અને પોલીસ-પ્રશાસન પર કાર્યવાહી ના કરવા અંગે જવાબદારી નક્કી કરવાની માંગણી કરી રહ્યાં છે.
વધારે સમાચાર વાંચવા માટે નીચે આપેલ લિન્ક પર ક્લિક કરો
Working Nations:ભૂટાન દુનિયાનો સૌથી મહેનતી દેશ: ILOના રિપોર્ટમાં ખુલ્યું સત્ય, ભારત 15મા સ્થાને
સમગ્ર વિષય પર ડિબેટ ટોક જુવો નીચે આપેલ લિન્ક પર શું કહ્યું કોંગ્રેસ અને ભાજપ પ્રવક્તાએ




