Jharkhand : ઝારખંડની રાજનીતિમાં મોટા ઉલટફેરના સમાચાર સામે આવી રહ્યા છે, ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેન ફરીવાર ઝારખંડના મુખ્યમંત્રીનું પદ સંભાળશે. ઝારખંડના તત્કાલિન સીએમ ચંપાઈ સોરેને આજે રાજીનામું આપી દીધું છે. જામીન મળ્યા બાદ હેમંત સોરેનને ચૂંટણીના થોડા મહિના પહેલા મુખ્યમંત્રી પદ સંભાળવું ઝારખંડ મુક્તિ મોરચા (જેએમએમ) માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
Jharkhand : ઝારખંડના મુખ્યમંત્રી ચંપાઈ સોરેન આજે સાંજે રાજ્યપાલને રાજીનામું આપી દીધું છે. અને હવે પૂર્વ સીએમ હેમંત સોરેન ફરીવાર મુખ્યમંત્રી પદના શપથ લેશે, બુધવારે યોજાયેલી બેઠકમાં ચંપાઈ સોરેનની જગ્યાએ હેમંત સોરેનને લાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.’ તત્કાલિન મુખ્યમંત્રી ચંપાઈ સોરેનના નિવાસસ્થાને મળેલી બેઠકમાં ગઠબંધનના નેતાઓ અને ધારાસભ્યોએ સર્વસંમતિથી હેમંત સોરેનને જેએમએમના પક્ષના નેતા તરીકે પસંદ કરવાનો નિર્ણય લીધો હતો. આવી સ્થિતિમાં, રાજ્યમાં પાર્ટીની આગેવાની હેઠળના ગઠબંધનના ધારાસભ્યો વચ્ચે સર્વસંમતિ પછી JMMના કાર્યકારી અધ્યક્ષ હેમંત સોરેન ત્રીજી વખત ઝારખંડના મુખ્યમંત્રી બનશે.
નોંધનીય છે કે જમીન કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ગત ફેબ્રુઆરીમાં તેમની ધરપકડ કરવામાં આવી હતી. લગભગ પાંચ મહિના પછી હેમંત સોરેનને 28 જૂને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા.
Jharkhand : ચંપાઈ સોરેનને મળશે મોટી જવાબદારી
ચંપાઇ સોરેનને મોટી જવાબદારી મળી શકે તેમ છે જો સુત્રોનું માનીએ તો ઝામુમોના કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવી શકે છે. નોંધનીય છે કે ચંપાઇ સોરેને 2 ફેબ્રુઆરી 2024માં રાજ્યના 12માં મુખ્યમંત્રીના રૂપમાં શપથ લીધા હતા.
Jharkhand : કોને કોને બેઠકમાં આપી હાજરી ?
Jharkhand : આ બેઠકમાં કોંગ્રેસના ઝારખંડ પ્રભારી ગુલામ અહેમદ મીર અને પ્રદેશ અધ્યક્ષ રાજેશ ઠાકુર હાજર પણ હાજરી આપી હતી, બેઠકમાં મુખ્યમંત્રી ઉપરાંત હેમંત સોરેનના ભાઈ અને મંત્રી બસંત સોરેન પણ ઉપસ્થિત રહ્યા હતા.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો