મોરબી ઝુલતા પુલ કાંડમાં જયસુખ પટેલની મુશ્કેલી વધી છે, તેના રેગ્યુલર જામીન નામજુર થયા છે, તે સિવાય
મોરબી દુર્ઘટનાનો આરોપી જયસુખ પટેલની અચાનક તબીયત લથડતા તેને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. પટેલને અચાનક છાતીમા દુખાવો ઉપડતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાના સમાચાર છે. જો કે હાલમા આરોપી જેલની હવા ખાઈ રહ્યો છે. ઓરેવા કંપનીનો માલિક જયસુખ પટેલ જેલની કોઠી નંહર 9માં બંધ છે. તેમજ તેના ઘરથી હાલમાં ગાદલા અને ટીફિનની મંજુરી આપવામાં આવી છે. જેલમાથી જયસુખ પટેલ જામીન માટે સતત અરજી કરી રહ્યો હતો. ત્યારે શનિવારે તેને છાતીમાં સતત દુખાવો થઈ રહ્યો હોવાથી તબીયત લથડતા તેને સારવાર માટે તાત્કાલિક મોરબી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. મોરબી હોસ્પિટલના તબીબે તેને ન્યુરો સર્જન પાસે ચેકઅપ કરાવવા માટે સલાહ આપી હતી.