જેસીંગપુરા પ્રા.શાળાના શિક્ષકને અપાઈ માનભેર વિદાય

0
253

વિદાય સમારોહમાં ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા રહ્યા ઉપસ્થિત

શિક્ષક આપણા સમાજનું એક મહત્વપૂર્ણ અને આવશ્યક અંગ છે. આપણા શિક્ષકો નિઃસ્વાર્થ પ્રયાસો થાકી સમાજનું ઘડતર કરે છે અને તેમનું યોગદાન સમાજમાં ઉચ્ચ સ્થાન પર હોય છે. કહેવાય છે કે, એક સાચા ગુરુ કે શિક્ષક કે જેઓ પોતાના શિષ્યોનું સાચી રીતે ઘડતર કરી સમાજને આગળ વધારવાનું કામ કરતા હોય છે.

કઇંક આજ રીતે સમાજનું ઘડતર કર્યું છે જેસીંગપુરા પ્રાથમિક શાળામાં ફરજ બજાવી ચુકેલા શિક્ષક હરેશ ભાઈ પટેલે અસંખ્ય  વિદ્યાર્થીઓને સતત 39 વર્ષ સુધી માર્ગદર્શન પૂરું પાડ્યું છે અને જીવનનું ઘડતર કર્યું છે  તેમની સેવા નિવૃત્તિ પ્રસંગે જેસીંગપુરાના ગ્રામજનો દ્વારા વિદાય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું,  એક કર્મઠ શિક્ષક અને સ્વચ્છતાના પ્રણેતા એવા હરેશ ભાઈને ગ્રામજનોએ અશ્રુભીની આંખોએ માનભેર વિદાય આપી.

ગ્રામજનોની લાગણી જોઇને સાચો શિક્ષક પણ  પોતાના મનની વેદના રોકી શક્યા ન હતા આ ખાસ પ્રંસગે હરેશ ભાઈ પટેલના પરિવારજનોની સાથે વાધોડીયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ અને જેસીંગપુરાના ગ્રામજનો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર. લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ