Jana Nayagan Trailer:થલાપતિ વિજયની ફિલ્મ જન નાયકનનું ટ્રેલર રિલીઝ

0
170
Jana Nayagan
Jana Nayagan

Jana Nayagan Trailer :સાઉથ સુપરસ્ટાર થલાપતિ વિજયની આગામી ફિલ્મ ‘જન નાયકન’નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. ટ્રેલર રિલીઝ થતાં જ સોશિયલ મીડિયા પર ધૂમ મચી ગઈ છે. ફિલ્મમાં વિજયનો દમદાર અને શાનદાર લુક જોવા મળે છે, જ્યારે બોલિવૂડ અભિનેતા બોબી દેઓલ ખૂંખાર વિલન તરીકે નજરે પડે છે.

Jana Nayagan Trailer :ટ્રેલરમાં શું છે ખાસ?

Jana Nayagan Trailer

2 મિનિટ 52 સેકન્ડના ટ્રેલરમાં થલાપતિ વિજય એક આર્મી ઓફિસર અથવા ક્રિમિનલ રોલમાં જોવા મળે છે. કહાની અનુસાર વિજયની દીકરી સાથે ગંભીર ઘટના બને છે, ત્યારબાદ તે તેને બચાવવા માટે લડાઈ કરે છે. આ દરમિયાન બોબી દેઓલનો એન્ટ્રી થાય છે, જે દેશને ભારે નુકસાન પહોંચાડવાની યોજના બનાવે છે. ટ્રેલરમાં વિજય દેશને બચાવતા અને દુશ્મનો સામે લડતા જોવા મળે છે.

Jana Nayagan Trailer :એક્શન અને ઇમોશનનો તડકો

Jana Nayagan Trailer

ટ્રેલરમાં વિજય થલાપતિ સંપૂર્ણ એક્શન મોડમાં દેખાય છે. તેમના લુક અને સ્ટાઈલ પર ખાસ મહેનત કરવામાં આવી છે. બોબી દેઓલનો લુક પણ અત્યંત ખૂંખાર અને ડરાવનો બતાવવામાં આવ્યો છે, જે ફિલ્મનો મુખ્ય આકર્ષણ છે.

Jana Nayagan Trailer :આ કલાકારોની પણ ઝલક

ટ્રેલરમાં વિજય અને બોબી દેઓલ ઉપરાંત પ્રકાશ રાજ, નસ્સર, પૂજા હેગડે અને પ્રિયમણી જેવા જાણીતા કલાકારોની ઝલક પણ જોવા મળે છે, જેના કારણે ફિલ્મ પ્રત્યે ઉત્સાહ વધુ વધી ગયો છે.

સોશિયલ મીડિયામાં ધમાકેદાર પ્રતિભાવ

‘જન નાયકન’ના ટ્રેલર પર દર્શકોની જોરદાર પ્રતિક્રિયા મળી રહી છે. એક યુઝરે લખ્યું છે, “છેલ્લી વાર થલાપતિ.” જ્યારે અન્ય યુઝરે કહ્યું, “થલાપતિ ફાયર જોવા મળે છે.” તો એક અન્ય ફેને લખ્યું, “હું ઉત્તર ભારતનો થલાપતિનો ફેન છું.”

વિજયની છેલ્લી ફિલ્મ

‘જન નાયકન’નું દિગ્દર્શન એચ. વિનોથ દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મ થલાપતિ વિજયની છેલ્લી ફિલ્મ હોવાનું માનવામાં આવે છે. આ પછી તેઓ અભિનયમાંથી નિવૃત્તિ લઈને રાજકારણમાં પ્રવેશ કરવાની તૈયારીમાં છે.

રિલીઝ ડિટેઇલ્સ

ફિલ્મ ‘જન નાયકન’ 9 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. તે તેલુગુમાં ‘જન નાયકુડુ’ અને હિન્દીમાં ‘જન નેતા’ નામથી પણ રિલીઝ કરવામાં આવશે. ફિલ્મમાં પૂજા હેગડે, મામિતા બૈજુ, બોબી દેઓલ, ગૌતમ વાસુદેવ મેનન, પ્રિયમણી, નારાયણ અને પ્રકાશ રાજ મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળશે.

આ પણ વાંચો :Ration Card:હવે અંગૂઠાની જરૂર નહીં! QR કોડથી મળશે રેશન, અમદાવાદમાં પાયલોટ પ્રોજેક્ટ શરૂ