Jamnagar: હજારો લોકોની ભક્તિભીની હાજરી, ત્યાગ અને બલિદાનનું પ્રતીક
વિશ્વવિખ્યાત તાજીયાનું ભવ્ય ઝુલુસ જામનગરમાં કાઢવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. માર્ગો પર યા હુસૈન, મૌલા હુસૈન, શહિદ-એ-આઝમ, નવશા-એ-રસૂલના નારાઓથી જામનગરના માર્ગો ગૂંજી ઉઠ્યા હતા. આ ઝુલુસમાં ઉપસ્થિત સૌ કોઈને ન્યાજનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ છબીલો બનાવી શરબદ-પાણી પૂરા પાડવામાં આવ્યા હતા. સમગ્ર ઝુલુસમાં કરબલાના શહીદોની પ્યાસને યાદ કરવામાં આવી હતી.

Jamnagar: 500થી વધુ તાજીયા નીકળે છે
જામનગર શહેર સહિત સમગ્ર જિલ્લામાં 500થી વધુ તાજીયાના ઝુલુસ નીકળે છે. વર્ષોથી ચાલી આવતી પરંપરા આ વર્ષે પણ ધામધૂમથી ઉજવાઈ હતી. તાજીયા બનાવીને કરબલા (Karbala) માં શહીદ થયેલ ઈમામ હુસેન સહિતના શહીદોને યાદ કરવામાં આવે છે. જામનગરમાં ગતરાત્રે નીકળેલા તાજીયા ઝુલુસે આખી રાત આકર્ષણ જમાવ્યું હતું. મોટી સંખ્યામાં લોકો આ ઝુલુસમાં ભાગ લેવા ઉમટી પડ્યા હતા. ઉપસ્થિત સૌ કોઈ કલાત્મક તાજીયાની બે મોઢે પ્રશંસા કરતા હતા. જામનગરમાં નીકળતું તાજીયા ઝુલુસ વિશ્વવિખ્યાત છે. દેશ-વિદેશમાંથી લોકો દર વર્ષે અહીં તાજીયા ઝુલુસમાં ભાગ લેવા આવે છે.

Jamnagar: નવાફીલ નમાજ અદા કરાશે
આજે યૌમે અશુરાના રોજ મસ્જિદોમાં નવાફીલ નમાજ અદા કરાશે. ત્યારબાદ સાંજે ફરીથી તાજીયાઓનું ઝુલુસ નીકાળવામાં આવશે. ઝુલુસ બાદ જે તે વિસ્તારમાં તાજીયાઓને ઠંડા કરાશે. તાજીયાના ઝુલુસમાં છબીલો બનાવીને પાણી અને શરબતનું વિતરણ કરવામાં આવે છે. તાજીયા ઝુલુસમાં ઉપસ્થિત સૌ કોઈની પ્યાસ બુઝાવીને કરબલાના મેદાનમાં શહીદ થયેલા ઈમામ હુસેન (Imam Hussain) અને તેમના સાથીદારોની પ્યાસને યાદ કરવામાં આવે છે. આ ઝુલુસમાં અનેક લોકો પોતાના શરીરને કષ્ટ પણ આપતા જોવા મળે છે. ત્યાગ અને બલિદાનનું પ્રતિક ગણાતા તાજીયામાં કોમી એખલાસના દ્રશ્યો જોવા મળે છે. મુસલમાનો ઉપરાંત મોટી સંખ્યામાં હિન્દુ ભાઈ-બહેનો પણ તાજીયા ઝુલુસમાં જોડાય છે.

ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરો
યુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે
ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરોયુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે
: Jamnagar : શહેરમાં નીકળ્યું વિશ્વવિખ્યાત તાજીયા ઝુલુસ, મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા# ReligiousUnity #TajiyaArt #SacrificeAndDevotion