Jammu and Kashmir Snow Flow  : ગુલમર્ગમાં બરફનું તોફાન ત્રાટક્યું, એકનું મોત, અનેક ફસાયા  

0
279
Jammu and Kashmir Snow Flow
Jammu and Kashmir Snow Flow

Jammu and Kashmir Snow Flow  :  જમ્મુ-કાશ્મીરના ગુલમર્ગમાં બરફનું તોફાન ત્રાટક્યું છે, જેના કારણે જાણીતા ટુરિસ્ટ પ્લેસ પર ઘણા પ્રવાસીઓ ફસાયા છે.   બે વિદેશી પ્રવાસીઓને બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે એક વિદેશી પ્રવાસીનું મોત થયું છે. ઉલ્લેખનીય છે કે ગુલમર્ગમાં છેલ્લા ઘણા દિવસોથી ભારે હિમવર્ષા થઈ રહી છે.

Jammu and Kashmir Snow Flow

Jammu and Kashmir Snow Flow: જમ્મુ કાશ્મીરના ગુલમર્ગમાં મોટા પ્રમાણમાં હિમસ્ખલનની માહિતી મળી છે. જેની ઝપેટમાં આવવાથી વિદેશી સહિત અનેક સ્કીયર બરફ નીચે ફસાઈ ગયા છે. પર્યટકો લાપતા અને બરફની નીચે ફસાયા હોવાની માહિતી બાદ પ્રશાસન ટીમે બચાવ કાર્ય શરુ કર્યું છે. સ્થાનિક પોલીસ, સેના અને NDRFની ટીમ રેસ્ક્યૂ અભિયાનમાં હેલિકોપ્ટરનો ઉપયોગ કરી રહી છે. હાલ બે લોકોને બચાવી લેવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ આ ઘટનામાં એક પર્યટકનું મોત નિપજ્યું છે, જ્યારે એક વિદેશી પર્યટક લાપતા થઈ ગયા છે.

Jammu and Kashmir Snow Flow

સેનાના જવાન અને જમ્મુ કાશ્મીર પ્રશાસનની એક ટીમ બચાવ તેમજ શોધ અભિયાન ચલાવી રહી છે. ગુલમર્ગમાં, જ્યાં જાન્યુઆરીના પહેલા કેટલાંક સપ્તાહમાં બરફનું નામોનિશાન ન હતું, ફેબ્રુઆરીની શરુઆતથી ભારે હિમવર્ષા જોવા મળી રહી છે.

Jammu and Kashmir Snow Flow   :  હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું

Jammu and Kashmir Snow Flow


Jammu and Kashmir Snow Flow  :  હવામાન વિભાગે વરસાદ અને હિમવર્ષની સંભાવના વ્યક્ત કરતા કાશ્મીરથી લઈને ઉત્તરાખંડના અનેક વિસ્તારો માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. હવામાનમાં આવેલા અચાનક બદલાવનું કારણે વેસ્ટર્ન ડિસ્ટબન્સના કારણે થયું છે. જેની અસરને પગલે પશ્ચિમી હિમાલય વિસ્તારમાં 24થી 26 ફેબ્રુઆરી સુધી સામાન્યથી મધ્યમ વરસાદ અને બરફવર્ષાની સંભાવના છે.

लेटेस्ट खबरो के लिए  यहाँ क्लिक करे

यूट्यूब चैनल पर शॉर्ट्स देखने के लिए यहाँ क्लिक करे

पंजाब में और क्या चल रहा है – यहाँ से क्लिक कर के जाने

दिलचस्प खबरों के लिए यहाँ क्लिक करे