જામનગર શહેર કોઇ પણ સ્થિતિનો પહોચી વળવા માટે સજ્જ #jamnagar #OperationSindoor2 #IndiaPakistanWar #OperationSindhoor

0
105

જામનગર શહેર કોઇ પણ સ્થિતિનો પહોચી વળવા માટે સજ્જ છે. #jamnagar #OperationSindoor2 #IndiaPakistanWar #OperationSindhoor હેલ્થ ઇમરજન્સી સંભાળવા માટે ખાસ તૈયારી કરવામાં આવી છે. અમદાવાદથી મોકલવામાં આવેલી 20 જેટલી એમ્બ્યુલન્સ જામનગર પહોંચી ગઈ છે. તમામ એમ્બ્યુલન્સ સ્પેશિયલ મેડિકલ ટીમ સાથે પણ સજ્જ છે.

આ તમામ એમ્બ્યુલન્સને જામનગર જિલ્લાના વિવિધ તાલુકાઓમાં તૈનાત કરવામાં આવી છે, જેથી કોઈ પણ તાત્કાલિક પરિસ્થિતિમાં તરત જ રાહત આપવામાં આવી શકે. હાલમાં જામનગર શહેરમાં 21થી વધુ એમ્બ્યુલન્સ કાર્યરત છે, જે સતત મેડિકલ સર્વિસ આપી રહી છે.

લોકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા કોઈ કચાશ રાખવામાં આવી નથી. તો જામનગરમાં તંત્ર સંપૂર્ણ રીતે સજ્જ છે અને કોઈ પણ અસામાન્ય પરિસ્થિતિને પહોંચી વળવા તત્પર છે..

જામનગર: કોઈ પણ પરિસ્થિતીને પહોંચી વળતા તંત્ર સજ્જ

અમદાવાદથી મોકલવામાં આવેલી એમ્બયુલેન્સ જામનગર પહોંચી

અમદાવાદથી 20 જેટલી એમ્બયુલેન્સ જામનગર પહોંચી

જામનગર શહેરમાં 21થી વધુ એમ્બ્યુલન્સ હાલ કાર્યરત

ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરો

યુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે