તમિલનાડુ,કર્ણાટક અને મહારાષ્ટ્ર સહિત અન્ય રાજ્યોમાં જલ્લીકટ્ટુ,કમ્બાલા અને બળદગાડાની રેસને મંજૂરી આપતા કાયદાઓની બંધારણીયતાને પડકારતી અરજી પર સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો સંભળાવ્યો છે.8 ડિસેમ્બર 2022ના રોજ બંધારણીય બેંચે આ મામલે સુનાવણી પૂર્ણ કર્યાં પછી નિર્ણય સુરક્ષીત રાખ્યો હતો.હવે પાંચ મહિના બાદ બંધારણીય બેંચે આ મામલે પોતાનો ચુકાદો આપ્યો છે.સુપ્રીમ કોર્ટે જલ્લીકટ્ટુ,કમ્બાલા અને બળદગાડાની રેસને કાયદેસર માન્યતા યથવાત રાખી છે.